Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

બંગાળ ક્રિકેટ ટીમના બોલર ઇશાન પોરેલ દાન કર્યા ૫૦ હજાર

બંગાળ ક્રિકેટ ટીમના પેસર ઇશાન પોરેલ કોરોના વાઇરસના અસરગ્રસ્ત લોકોના ઇલાજ માટે ૫૦,૦૦૦ રૂપિયાનું દાન આપ્યું છે. તેણે પીએમ રિલીફ ફંડ અને સીએમ રિલીફ ફંડમાં અનુક્રમે ૨૦-૨૦ હજાર રૂપિયા અને સ્થાનિક હોસ્પિટલમાં માસ્ક, ગ્લવ્ઝ અને સેનિટાઇઝર ખરીદવા માટે ૧૦,૦૦૦ રૂપિયા ડોનેટ કર્યા છે. આ ઉપરાંત તેણે લોકોને પણ આગળ આવીને મદદ કરવાની અપીલ કરી છે.

(3:26 pm IST)