Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ક્રિકેટ જગતને ડકવર્થ લુઇસનો નિયમ આપનાર ગણિતશાસ્ત્રી ટોની લુઇસનું 78 વર્ષની વયે નિધન

આઈસીસીએ ૧૯૯૯ માં રમાયેલ વર્લ્ડ કપમાં આ નિયમ અપનાવવામાં આવ્યો હતો.

મુંબઈ : ક્રિકેટ જગતને ડકવર્થ લુઇસનો નિયમ આપનાર ગણિતશાસ્ત્રી ટોની લુઇસનું અવસાન થઈ ગયું છે. તે ૭૮ વર્ષના હતા. ક્રિકઇન્ફોની રિપોર્ટ અનુસાર, ટોની લુઇસે પોતાના સાથી ગણિતશાસ્ત્રી ફ્રેન્ક ડકવર્થની સાથે મળી તે નિયમ બનાવ્યો હતો, જેને હવામાનના લીધે અસર થયેલી મેચોમાં રન બનાવવા તર્કસંગત બનાવી શકાય. આઈસીસીએ ૧૯૯૯ માં રમાયેલ વર્લ્ડ કપમાં આ નિયમ અપનાવવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના પ્રોફેસર સ્ટીવન સ્ટર્ને ૨૦૧૪ માં વર્તમાન સ્કોરિંગ-રેટના આધારે તેમાં ફેરફાર કર્યા અને પછી તેને ડકવર્થ લુઇસ સ્ટર્ન (ડીએલએસ) ના નામથી ઓળખાણ મળી હતી. ૨૦૧૫ માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાયેલ વર્લ્ડ કપમાં ડકવર્થ લુઇસ-સ્ટર્નનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ટી-૨૦ ક્રિકેટમાં તેમ છતાં આ નિયમની ખુબ આલોચનાઓ થઈ છે અને કહેવામાં આવે છે કે, જ્યારે વિકેટ હાથમાં હોય છે તો આ નિયમનો ઉપયોગ યોગ્ય થતો નથી. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ ઇસીબીએ ટોનીના અવસાન પર શોખ વ્યક્ત કર્યો છે. ઇસીબી બોર્ડે જણાવ્યું છે કે, 'આ સાંભળી ખુબ જ દુઃખ થયું છે કે, ટોનીનું અવસાન થઈ ગયું છે. ટોની અને ફ્રેકના યોગદાન માટે ક્રિકેટ હંમેશા તેમના આભારી રહેશે. અમે ટોનીના પરિવાર પ્રતિ સંવદેના પાઠવીએ છીએ.

(12:58 pm IST)