Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

વધુ ચાર વહાણ સલાયામાં બોટ કવોરેન્ટાઇન

દેવભૂમિ જિલ્લામાં વધુ બે શંકાસ્પદ કેસ પણ નેગેટીવ નીકળ્યાઃ કુલ ૧ર

Alternative text - include a link to the PDF!

ખંભાળીયા તા. ૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના રોગના શંકાસ્પદ એવા ૧૦ કેસો હતા જે તમામ નેગેટીવ નીકળ્યા હતા. ગઇકાલે વધુ બે કેસો શંકાસ્પદ હતા તેમનો રીપોર્ટ પણ જામનગરથી નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ થયો નથી.

જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પટેલ તથા ડો. સુતરિયાએ જણાવ્યું હતું કે બહારથી આવેલા કુલ પ૧૬ મુસાફરો છે જે પૈકી ૩૬૪ ને હોમ કવોરેન્ટાઇન કરાયા છે તથા તેમના પર ચુસ્ત દેખરેખ રાખવામાં આવી છે. પાંચ સ્પેશિયલ કોરટેન્ટાઇનમાં કુહાડિયા ખાતે રાખવામાં આવ્યા છે તથા ૪૯ ને ૧૪ દિ' પુરા થતાં કવોરેન્ટાઇનમાંથી મુકત કરાયા છે.

સલાયામાં આવતા વિદેશથી કાર્ગો વહાણોને સલાયાની ૧૦ કિ.મી. દુર જ કવોરેન્ટાઇન ૧૪ દિવસ કરવા માટે તંત્રએ ખાસ આયોજન કર્યું છે. ગઇકાલે ચાર વહાણોમાં ૪૮ વધુ ખલાસીઓ વિદેશથી આવતા આ તમામને પછી ૧૦ કિ.મી. દૂર રખાયા છે. દરેક બોટને તેમની જરૂરિયાત વસ્તુ મળી રહે તથા નિયમિત આરોગ્ય કર્મી. તથા પોલીસ દ્વારા ચેકીંગ થાય તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

(3:27 pm IST)