Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લોકગાયિકા ગીતાબેન રબારી દ્વારા બે લાખ અગિયાર હજારનો ચેક અર્પણ

કચ્છમાં વિજયભાઈની અપીલને મળી રહ્યો છે પ્રતિસાદ

(ભુજ) કોરોનાની મહામારીને પહોંચી વળવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરેલી મદદની અપીલને કચ્છમાં પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતના જાણીતા લોકગાયિકા અને કચ્છના વતની ગીતાબેન રબારીએ આજે કલેકટર પ્રવીણા ડી.કે.ને મુખ્યમંત્રી રાહત ફંડ માટે ૨ લાખ ૧૧ હજારનો ચેક અર્પણ કર્યા હતો. તેમની સાથે કચ્છ ભાજપના અગ્રણી જેમલભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન ગીતાબેન રબારીએ ગુજરાતના સૌ નાગરિકોને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં મદદ કરવા માટે અપીલ કરી છે. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા જાહેર કરાયેલ લોકડાઉન માટેના પગલાંને સ્પોર્ટ આપી સૌને ઘેર રહેવા વિનંતી પણ કરી છે. કોરોનાના વર્તમાન સંકટ સામે આપણે સૌએ એક થઈને લડવાની જરૂરત ઉપર ગીતાબેને ભાર મુક્યો છે.

(1:40 pm IST)