Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ખંભાળિયા, સલાયામાં ડ્રોન દ્વારા લોકડાઉનનો ભંગ કરનાર ઝપટે

ખંભાળિયા અને સલાયા બંદર ખાતે શહેર વિસ્તારમાં નાની સોસાયટી અને ગલીમાં મેળાવળા કરતા તેમજ બિન જરૂરી ઘરની બહાર નીકળતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ રાજકોટ, રેન્જ, રાજકોટ, તથા પોલીસ અધિક્ષક રોહન આનંદ દેવભૂમિ દ્વારકાનાઓના માર્ગદર્શન મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર એમ.ડી.ચંદ્રાવાડીયા દ્વારા સલયાના પોલીસ ઇન્સ. જી.આર.ગઢવી અને ખંભાળીયાના પોલીસ ઇન્સપેકટર પી.એ.દેકાવાડીયા તથા સ્ટાફના માણસો સાથે સંકલન કરી ખંભાળીયા તથા સલાયા વિસ્તારમાં સતત પેટ્રોલીંગમાં રહેલ છે.

પરંતુ નાની ગલીઓમાં તથા લોકો એકબીજા છત ઉપર બીન જરૂરી મેળાવળા અને શેરીઓ, ગલીઓમાં ઓટલા ઉપર બીન જરૂરી ચારથી વધારે માણસો કોઇ પણ જાતની સાવચેતી રાખ્યા વગર એકઠા ન રહે અને તેઓ તેમના ઘરમાં રહે, તેઓને આ કોરોના વાયરસના મહાપ્રકોપથી બચાવવા પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદ મેળવી આકાશમાંથી બાજ નજર રાખી સંપુર્ણ રીતે લોકડાઉનનો અમલ કરવા કરાવવા કાર્યવાહી કરેલ છે.

લોકડાઉનના ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ જાહેરનામા ભંગના કુલ -૧૦ કેસ તેમજ બીનજરૂરી લટાર મારવા નીકળનાર લોકોના વાહનો ડીટેઇન કુલ -૧૮ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ કેસ-૧ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. હવે પછી જિલ્લાના તમામ ગીચ વસ્તી ધરાવતા વિસ્તાર અને સોસાયટીમાં રોજ રોજ ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે.

(1:03 pm IST)