Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

ગીર સોમનાથ જીલ્લામાં 'કોરોના'નો બીજો કેસ આવતા લોકોમાં ભારે ફફડાટ

વેરાવળ-પ્રભાસ પાટણ,તા.૩૦: ગઇ કાલેગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળમાં એક દર્દીનો કોરોના પોઝીટીવ રીર્પોર્ટ આવેલ હતો. જેના ભાગરૂપે તેમના સંપર્ક માં આવેલ કુલ ૫૬ વ્યકિતની આરોગ્યની તપાસ કરવામાં આવી હતી અને ઘરના પાંચ સભ્યોને આઇસોલેશનમાં દાખલ કરવામાં આવેલ છે. તેમાંથી ચારના રીપોર્ટ નેગેટીવ અને તેમના પત્નિનો રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. તેમના સંપર્કમાં આવેલ કુલ ૯ લોકોને ફેસેલીટી કોરોન્ટાઇન,ઙ્ગલીલાવતી અતિથિગૃહ ખાતે નિરિક્ષણમાં રાખવામાં આવેલ છે. બાકીના ૪૨ લોકોને હોમ કોરોન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

ગીર-સોમનાથ જિલ્લાનાં વેરાવળ, તાલાળા અને સુત્રાપાડા તાલુકામાં આરોગ્યની ૨૯ ટીમો દ્ગારા ડોર ટુ ડોર ૨૨૮૮ ઘરોના ૧૦૭૩૪ વ્યકિતઓની સ્ક્રીનીંગ કરવામાં આવી હતી. ગીર-સોમનાથ જિલ્લામાં પોઝીટીવ કેસ વધવાના કારણે લોકોએ ઘરની બહાર જવાનું ટાળવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

અત્યારથી કાજલી ગામનો ફાટક થી કાજલી ગામનો મેનરોડ તથા ભુપત ભાઈ દેવભાઈ પરમાર ની વાડીથી ગામમાં જતો રસ્તો સંપૂર્ણ બંધ કરેલ હોવાથી ગામ લોકોને અવર જવર માટે બંધ કરેલ છે તો ગામ લોકો પોત પોતાના ઘરે રહે તેની ખાસ નોંધ લેવી અને અરસ પરસ બધાને જાણ કરી અને આ કાર્યમાં ગામલોકો સાથ સહકાર આપે તેવી ગામલોકોને સરપંચ મેરગ બારડની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(11:41 am IST)