Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

મોરબી કચ્છના સાંસદે વ્યકિતગત એક લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા

લોકોને પણ મદદ માટે હાથ લંબાવવા સાંસદ વિનોદ ચાવડાએ 'અકિલા'ના માધ્યમથી કરી અપીલ

ભુજ,તા.૩૦: કોરોનાની મહામારીને. પહોંચી વળવા માટે મુખ્યમંત્રી વિજયભાઈએ લોકોને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ઉદાર હાથે દાન આપવા અપીલ કરી છે. તેને પગલે મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ વ્યકિતગત રીતે એક લાખ રૂપિયાનો ચેક કચ્છના કલેકટર પ્રવીણા ડી.કે. ને અર્પણ કર્યો હતો. ચેક અર્પણ કર્યા બાદ સાંસદ વિનોદ ચાવડાએ 'અકિલા' માધ્યમથી મોરબી કચ્છના ઉદ્યોગપતિઓ, સામાજિક- ધાર્મિક સંસ્થાઓ, દાતાઓ અને લોકોને પણ વ્યકિતગત રીતે વિજયભાઈની અપીલને ઝીલી યથાશકિત ફાળો મુખ્યમંત્રી રાહત ભંડોળમાં આપવા સ્થાનિક કલેકટર કચેરીમાં જમા કરાવવા અપીલ કરી છે. આથી અગાઉ મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડા પોતાની સાંસદની ગ્રાન્ટમાંથી એક કરોડ રૂપિયા, પોતાના સાંસદ તરીકેના પગારમાંથી ૪ લાખ રૂપિયા રાશનકીટ માટે અને એક લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી ચુકયા છે. હવે વધુ એક લાખ રૂપિયા વ્યકિતગત રીતે તેમણે આપીને અન્ય રાજકીય પ્રતિનિધિઓ અને આગેવાનોને પણ વ્યકિતગત રીતે આગળ આવવા પ્રેરણા આપી છે.

(11:37 am IST)