Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

લોકડાઉનમાં હિન્દુ યુવા વાહિનીની ટીમો સરકારી તંત્રના સહયોગમાં : મજુરો અને પશુ પક્ષુઓ માટે સેવા કાર્યો

શાપર વેરાવળ, મેટોડા, જેતપુર, વીરપુરમાં અનાજ કીટનું વિતરણ

રાજકોટ તા. ૩૦ : વિશ્વવ્યાપી કોરોના મહામારીને ડામવા સરકારના આદેશોને અનુસરીને હિન્દુ યુવા વાહિની દવરા રાજકોટ શહેર અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને માનવ સેવા કાર્યો હાથ ધરવામાં આવેલ છે.

હિન્દુ યુવા વાહિનીની દસ દસ વ્યકિતઓની ટીમો બનાવી રાજકોટ શહેર, શાપર વેરાવળ, મેટોડા, જેતપુર, વીરપુર સહીતના વિસ્તારોમાં રોજમદાર મજુર વર્ગોને ચીજ વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. મુંગા જીવ પશુ પક્ષીઓ માટે પણ લીલો સુકો ચારો તેમજ ચણની વ્યવસ્થા ગોઠવાઇ રહી છ.ે આપાતકાલીન પરિસ્થિતીમાં સરકારી તંત્ર સુચના આપે તે તમામ કાર્ય માટે હિન્દુ યુવા વાહીનીએ તૈયાર રાખી છે. આ માટે રાજકોટમાં હરપાલસિંહ  જાડેજા (મો.૯૪૦૯૩ ૪૫૭૬૮), જેતપુરમાં મહંત રામગોપાલદાસજી શ્રીરામ ટેકરી, પીઠડીયા આશ્રમ (મો.૯૯૭૯૦ ૫૫૮૫૦), વીરપુરમાં દેવરાજભાઇ રાઠોડ (મો.૯૮૯૮૩ ૧૦૭૭૮) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:25 am IST)