Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

વેરાવળમાં ૧રના મૃત્યુઃ ૧૧૪ કોરોના પોઝીટીવ ર૦૦થી વધારે વેઈટીંગ

ઓકસીજનના અભાવે ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓની પરીસ્થીતી ગંભીર થવાની ભીતી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૬:  ૧રના મૃત્યુ થયેલ ૧૧૪ કોરોના પોઝીટીવ સીવીલ હોસ્પીટલમાં ર૦૦ થી વધારે વેઈટીગ છે ઓકસીજનની પરીસ્થીતીને લીધે દર્દીઓ ની ગંભીર સ્થીતી થયેલ છે તેમજ એજન્સીઓ દ્રારા કાળા બજારમાં બાટલા વેચાતો હોય તેવા પણ આક્ષેપો થઈ રહેલ છે.

વેરાવળ શહેરની ખાનગી, સીવીલ હોસ્પીટલમાં ૧ર દર્દીઓના મૃત્યુ થયેલ છે તેમાં ત્રીવેણી સ્મશાન ધાટે ૮ ની અંતિમવીધી કરાઈ હતી મોટા કબ્રસ્તાનમાં ચારની  દફન વીધી કરાઈ હતી ૧૦૩ થી વધુ દર્દીઓ સીવીલ હોસ્પીટલમાં સારવાર લઈ રહેલ છે ર૦૦ થી વધારે વેઈટીગ છે વેન્ટીલેટર કયાંય મળતા નથી ખાનગી હોસ્પીટલોમાંઓકસીજન ના અભાવે દર્દીઓ વધુ ગંભીર થવાની ભીતી છે ડોકટરો એ  તંત્ર ને અનેક વિનંતી કરેલ છે પણ હજુ સુધી પુરતો જથ્થો ન મળતા ભારે રોષ વ્યાપેલ છે બીજી બાજુ એજન્સીઓ અથવા મળતીયાઓ દ્રારા કાળા બજાર માં બાટલા વેચાતા હોય તેવો આક્ષેપ થઈ રહેલ છે.

ગીર સોમનાથના છ તાલુકામાં શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ગંભીર પરીસ્થીતી થયેલ છે એમ્બ્યુલન્સ ચારે બાજુ દોડતી રહે છે સીવીલ માં જગ્યા ન હોવાથી કોઈ દર્દીને લઈ આવવા ની ના પડાયેલ છે ગામડાઓમાં દર્દીઓ ઓકસીજન,ઈન્જીકશન,દવા વગર મુશ્કેલી અનુભવી રહયા છે જીલ્લાના તંત્ર દ્રારા તાત્કાલીક ઉકેલ આવે તેવી માંગ થયેલ છે.

જીલ્લામાં કોરોના ૧૧૪ પોઝીટીવ આવેલ છે તેમાં વેરાવળ ૧૯, સુત્રાપાડા ૧૧, કોડીનાર ૧પ, ઉના ૩૧, ગીરગઢડા ૧૩, તાલાલા રપનો સમાવેશ થાય છે.

(1:11 pm IST)