Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ દ્વારા કોરોના સામે જાગૃતિ

વઢવાણ : સુરેન્દ્રનગર શહેરના ટ્રાફીક પી.એસ.આઇ એરવાડીયા તેમજ તેમના સ્ટાફ દ્વારા શહેરમાં જાગૃતતા લાવવા માટે અને કોરોનાવાયરસ ને અટકાવવા માટે ફોરવીલર તેમજ રીક્ષા ઉપર સ્ટીકર લગાવી અને લખવામાં આવ્યું છે કે કફન કરતા માસ જરૂરી અને તે મોઢા ઉપર માથું પણ જરૂરી છે માટે જીવવા માટે માસ બાંધો નહિતર કફન બાંધવું પડશે તેવા સ્ટીકરો લગાવી અને શહેરમાં જાગૃતિ લાવવા માટેના પ્રયાસો હાલમાં સવારથી હાથ ધરવામાં આવ્યા છે શહેરની જાહેર જનતાને પણ જાગૃતતાની જરૂરિયાત હોવાનું ટ્રાફીક પી.એસ.આઇ દ્વારા જણાવ્યું હતું અને હાલના કોરોનાવાયરસ ને અટકાવવા માટે માસ જરૂરી છે તે પણ યોગ્ય રીતે માનવું જોઈએ અને કોરોનાવાયરસ ને હટાવો જોઈએ તેવું જણાવ્યું હતું. કોરોના સામે જાગૃતિ માટે સ્ટીકર વાહનોમાં લગાવવામાં આવ્યા તે તસ્વીર.

(10:08 am IST)