Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ખંભાળીયામાં કરોડોની જમીનની છેતરપીંડીમાં જયેશ રાણપરિયા, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ સહિત પ સામે ફરીયાદ

પાંચ વર્ષ બાદ ભાઇએ ભાઇ સહિતના સામે ફરિયાદ કરતા ખળભળાટ

ખંભાળીયા તા. રર :.. હાઇવે માર્ગ પર આવેલી એક પરિવારની કિંમતી જમીનને કુલમુખત્યારનામા અંગેના બોગસ દસ્તાવેજના આધારે વેચાણ કરી, રૂ. દશ કરોડની છેતરપીંડી તથા જમીન કૌભાંડના આશરે પાંચ વર્ષ પહેલાના પ્રકરણની ફરીયાદ જામનગરના ફરાર એવા જયસુખ રાણપરીયા તથા અહીંની જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખના પતિદેવ સામે તેના ભાઇ દ્વારા નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ખંભાળીયા-જામનગર હાઇવે પર અત્રેથી આશરે ત્રણેક કિ. મી. દુર પ્લેટીનમ હોટલ પાસે અહીંના આહિર અગ્રણી સ્વ. રામશીભાઇ મારખીભાઇ ગોરીયા પરિવારની ખેતીની જમીન આવેલીછે.

પરિવારજનોની આ સંયુકત માલીકીની જમીન પર લોન લેવાના બહાને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ ના પતિ અને જામનગરની જયંત સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર રામસીભાઇ ગોરીયાએ તેના ભાઇ, માતા અને બહેનો પાસે તા. ૧૭-૬-ર૦૧૪ ના રોજ રૂ. ૧૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર કુલમુખત્યારનામુ કરાવી લઇ, આ કિંમતી જમીન અંગેનો પાવર મેળવ્યો હતો.

પરંતુ આ જમીનના સોદા તથા રોકડ સહિતની રકમની લેવડ-દેવડના મુદ્ે મનદુઃખ થતાં આ કુલમુખત્યારનામુ તા. ૩૦-૬- ના રોજ રદ કરી દેવામાં આવ્યું હતું.

આ પછી આ કિંમતી જમીન અંગેનો દસ્તાવેજ રદ કરાયેલા કુલમુખત્યારનામાના આધારે ખોટો દસ્તાવેજ બનાવી,  આ જમીન જામનગરના ફરાર એવા જયસુખ મુળજીભાઇ રાણપરીયા (રહે. દિગ્વીજય પ્લોટ, શેરી નં. ૬૪, ફલેટ નં. ૪૦૧) નામના પટેલ શખ્સ સાથે રતીલાલ ભવાનભાઇ ડોબરીયા (રહે. સરદાર પટેલનગર, જામનગર), બાબુલાલ ભવાનભાઇ ડોબરીયા (રહે. સરદાર પટેલનગર-જામનગર) તથા મહેશ ભવાનભાઇ ડોબરીયા (૬પ/૬૬ દિગ્વીજય પ્લોટ-જામનગર) નામના કુલ પાંચ શખ્સોએ જમીનને પચાવી પાડવા માટે  કૌભાંડ આચર્યાનું પોલીસ ફરીયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર કથિત જમીન કૌભાંડ અંગે જિતેન્દ્ર રામશીભાઇ ગોરીયાના નાનાભાઇ વિવેકભાઇ રામસીભાઇ ગોરીયા (રહે. શિવમ એપાર્ટમેન્ટ-જામખંભાળીયા) એ ખંભાળીયા પોલીસ મથકમાં પોતાના મોટાભાઇ સહિત પાંચ શખ્સો સામે રદ થયેલા કુલમુખત્યારનામાની ખરા તરીે ઉપયોગ કરી આરોપીઓ જાણતા હોવા છતાં જમીન પચાવી પાડવા માટે પૂર્વ યોજીત કાવતરૃં કરીને જે તે વખતની રૂ. દશ કરોડની મોટી કિંમતની જમીનનો બોગસ દસ્તાવેજ કરાવી, ફરીયાદી વિવેકભાઇ ગોરીયા સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી, જમીન કૌભાંડ આચર્યાનું જણાવ્યું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળીયા પોલીસે આઇ. પી. સી. કલમ ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧ર૦ (બી), ૪૦૬, ૪ર૦ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પોલીસ ઇન્સ. પી. એ. દેકાવાડીયાએ હાથ ધરી, આરોપીઓને ઝડપી લેવા સહિતના મુદે વિવીધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(3:48 pm IST)