Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ધ્રોલમાં અતિથિ ગાર્ડન રેસ્ટોરન્ટનો શુભારંભ

 જામનગર જીલ્લાનાં ધ્રોલમાં એસ. ટી. બસ સ્ટેન્ડની બાજુમા ખારવા ચોકડી ખાતે 'અતિથિ ગાર્ડન રેસ્ટોરન્ટ'નો તા. ૧૭ ને શનીવારે શુભારંભ કરવામાં આવ્યો છે. આ અતિથી ગાર્ડન રેસ્ટોરન્ટનું સંતોએ ઉદ્ઘાટન કર્યુ હતું. આ રેસ્ટોરન્ટમાં પાર્ટી સેલીબ્રેશન ઝોન, સેલ્ફી પોઇન્ટ, ચિલ્ડ્રન પ્લે એરીયા તથા ફ્રી હોમ ડિલવરીની સુવિધા આપવામાં આવી છે જેમાં પરિણામની કોઇ ચોકસતા હોતી નથી. પરંતુ લક્ષ્ય જરૂર હોય છે. આવા સમયે મિત્રો, સગા-સંબંધીઓ અને શુભેચ્છકો દ્વારા મળતી પ્રેરણાઓને હુંફ આ પરિણામને હકારાત્મક ચોકકસતા તરફ દોરી જાય છે. આવા જ એક સાહસની મહેચ્છા સાથે 'અતિથિ ગાર્ડન રેસ્ટોરન્ટ' નો  પ્રારંભ કરવામાં આવ્યો છે. આ હોટલમાં અતિથિ હોટલ ગ્રુપ દ્વારા ચાઇનીઝ, પંજાબી, ગુજરાતી વાનગીનો રસથાળ એસી ફેમીલી હોલમાં માણવા મળશે. સ્વાદ પ્રેમી જનતાને  લાભ લેવા ગીરૂભા જાડેજા તથા તુષારભાઇ ભાલોડીયા તથા અતિથી ગ્રુપ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યુ છે.

(11:31 am IST)