Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સંરક્ષણદળોમાં જોડાવા ઇચ્છુક યુવાનો માટે મોરબીમાં વિનામુલ્યે નિવાસી તાલીમ વર્ગ

એક માસના, રહેવા-જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા અને સ્ટાઇપેંડ સાથેના, નિવાસી તાલીમ વર્ગ

મોરબી : રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા સંરક્ષણ દળો-આર્મી, નેવી, એરફોર્સ, અર્ધ લશ્કરી દળો-વગેરેની ભરતીમાં જોડાવા માંગતા યુવાનો સારો દેખાવ કરી શકે અને પસંદગી મેળવી શકે તે માટે રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા એક માસના, રહેવા-જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા અને સ્ટાઇપેંડ સાથેના, નિવાસી તાલીમ વર્ગનું આયોજન આગામી તા.૦૧/૦૯/૨૦૧૯ થી યુ.એન.મહેતા કોલેજ, મોરબી ખાતે કરવામાં આવનાર છે, જેમા શારીરિક ક્ષમતા કસોટી માટેની અને લેખિત પરીક્ષા માટેની પુર્ણ સમયની તાલીમ નિષ્ણાંત ફેક્લ્ટી દ્વારા વિનામુલ્યે આપવામાં આવશે. .

તાલીમ વર્ગમાં એડમીશન મેળવવા માટે પ્રીસ્ક્રુટીની ટેસ્ટનું આયોજન તા.૨૮/૦૮/૨૦૧૯ ના રોજ સવારના .૩૦ કલાકે યુ.એન.મહેતા કોલેજનું ગ્રાઉન્ડ, મોરબી ખાતે રાખવમાં આવેલ છે.   તાલીમવર્ગમાં જોડાવા માટે લાયકાત ધરાવતા અને ઇચ્છુક ઉમેદવારોએ અચુક ઉપસ્થિત રહેવા જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે

(12:15 am IST)