Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

કચ્છમાં સાંજે ભૂકંપનો ૪.૫ ની તીવ્રતાનો જોરદાર ધરતીકંપ

લોકો બહાર દોડી ગયા, કોઈ નુકસાન, કોઈ જાનહાનિ નથી

ભુજ:  આજે સાંજે ૭ વાગ્યાની આસપાસ કચ્છ મા ભૂકંપ નો આંચકો રાપર, ભચાઉ, ભુજ, મુન્દ્રા વગેરે સ્થળો એ અનુભવાયો જેની માત્રા 4.5 જેટલી હતી. ઘણા લાંબા સમયથી કચ્છમાં ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. પણ  આજે અનુભવાયેલો આંચકો વધુ જોરદાર હતો. ભુજમાં આંચકાને પગલે બહુમાળી ઈમારતોમાંથી લોકો બહાર દોડી ગયા હતા. જોકે, ક્યાંય કોઈ નુકસાનીના સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીન થી ૧૫.૪ કીમી નીચે ભચાઉ નજીક હોવાનું સિસમોલોજી કચેરી દ્વારા જણાવાયું છે.

(9:03 pm IST)