Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

જામનગરમાં પૂનમબેન માડમની વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર એ.કે. ગુપ્તા સાથે રેલ્વેના પ્રશ્નો મુદ્દે ચર્ચા વિચારણા

જામનગર : સાંસદસભ્ય પૂનમબેન માડમએ વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર એ.કે. ગુપ્તા સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી, તેમજ જામનગર સંસદીય ક્ષેત્રના રેલ્વેના મુદ્દાઓ,પ્રશ્નો વગેરેનો પરામર્શ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સંસદ સભ્ય પૂનમબેન માડમ અન્ય ક્ષેત્રોની જેમ જ રેલ્વે ક્ષેત્રે જામનગર અને દ્વારકા જીલ્લામાં ઘણી સુવિધાઓ કરાવી મુસાફરોના હિતમાં નવા સ્ટોપ મંજુર કરાવવા, સ્ટેશનો પર લીફટ સહિત સુવિધાઓ, વધુ પ્લેટફોર્મ, નવી ટ્રેન, મોડેલ સ્ટેશન સહિતના અનેકવિધ સુવિધા કરાવવામાં સફળ અને અગ્રેસર રહ્યા છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીર કિંજલ કારસરીયા જામનગર)

(1:51 pm IST)