Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

શિયાળુ સત્ર દરમિયાન પુનમબેન માડમ દિલ્હીમાં: સંસદસભ્ય કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત રહેશે

જામનગર તા.૧૮ :  આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ રહયું  છે. આ સત્ર દરમિયાન જામનગરના સંસદસભ્યશ્રી પુનમબેન માડમ નવી દિલ્હીમાં હાજર રહેશે. તા.૧૮-૧૧ થી ૧૩-૧ર સુધી શિયાળુ સત્ર દરમિયાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમી દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે સંસદસભ્યશ્રીના કાર્યાલય સવારે ૯.૩૦ થી રાત્રે ૮.૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે.

જામનગર કાર્યાલય : નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સિનેમા પાસે, જામનગર ફોન - ૦ર૮૮ ર૬૭૬૬૮૮ - ર૬૭૦૧૦૦, ખંભાળિયા કાર્યાલય : પોસ્ટ ઓફિસ રોડ (ફોન : ૦ર૮૩૩ - ર૩૩૩૮૮)નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.

(1:50 pm IST)