Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

લાઠીના સુવાગઢ ગામે ૮૯ લાખના ગાંજાનું વાવેતર

કરનાર ચારેય શખ્‍સો ૮ દિ'ના રીમાન્‍ડ પર

અમરેલી, તા. ૧૮ : લાઠીના સુવાગઢ ગામે ખેડૂત પરિવાર જમીનમાં ગાંજાનું વાવેતર કરી નાખ્‍યું હતું. પોલીસે અહીં દરોડો પાડી ચાર શખ્‍સોને ઝડપી પાડયા હતાં. બાદમાં આજે ચારેય શખ્‍સોના આઠ દિવસના રીમાન્‍ડ મંજુર  તથા પોલીસે આગળની પૂછપરછ હાથ ધરી છે.

યુવાધનને ગાંજાને રવાડે ચડાવી દેવાનું આ કારસ્‍તાન બે દિવસ પહેલા ઝડપાયું હતું. સુવાગઢની સીમમાં લક્ષ્મણ રાણાભાઇ ગોલેતરે પ વીઘા જમીનમાં ગાંજાનું વાવેતર કર્યું હતું. છોડનું કટીંગ કરી બજારમાં વેચાણ માટે જાય તે પહેલા જ જિલ્લા પોલીસ વડાની સુચનાથી એસોજી તેમજ દામનગર પોલીસે અહીં દરોડો પાડી વાડી માલીક લક્ષ્મણી ગોલેતર, ઓધવજી નકલંગ, જગદીશ સહિત ચારની ધરપકડ કરી લીધી હતી. પોલીસે ૮૯ લાખનો ગાંજો કબ્‍જે લીધો હતો.

પોલીસે ચારેય આરોપીને રીમાન્‍ડની માંગણી કરી હતી જેના પગલે અદાલતે ચારેય આરોપીના આઠ દિવસના રીમાન્‍ડ મંજુર કર્યા હતાં. પોલીસે ચારેયની વધુ પૂછપરછ હાથ ધરી છે. આમ ખેડૂત પિતા સહિત ૩ દિકરાઓએ પોતાના કપાસ સાથે પ વીઘા ગાંજાનું વાવેતર કરી નાખતા એસઓજીએ બાતમીના આધારે દરોડો પાડી ઝડપી લીધા હતાં.

(1:39 pm IST)