Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

મુળીના ગામડાઓમાં વડાપ્રધાન કાર્યાલયે ખેડુતોએ પત્ર લખ્‍યા

સુરેન્‍દ્રનગર તા.૧૮: મુળી તાલુકા ના ગામડા ના ખેડૂતો એ આજે સાંજે દરેક ગામોમાં પત્ર લખવાનો કાર્યક્રમ યોજેલી હતો અને પત્ર મા જણાવ્‍યું હતું કે પ્રધાનમંત્રી વિમા ફસલ યોજના ે ખેડૂતો માટે લોંચ કરેલ હતી . પરંતુ અફસોસ!!

 યોજના ની ગાઇડલાઇન મુજબ કોઈ વિમા કંપનીઓ કે  અધિકારી ઓ તે મુજબ કાર્ય કરતા નથી અને ખેડૂતો ને મોટી નુકસાની આપી રહ્યા છે અતિશય વરસાદ ના કારણે અમારો તમામ પાક નિષ્‍ફળ ગયેલ છે તેમ છતાં વિમો વળતરે અરજી કરેલ ને દિવસ ૫૦ થવા છતાં કોઈ સર્વે પણ કરેલ નથી .ે વારંવાર અરજી કરવાનાં કંપનીઓ આદેશ કરે છે અને ૩૦૦ રૂપિયા નો ખર્ચ કરી ડોકયુમેન્‍ટ સાથે તાલુકા મથકે વિમા કંપનીઓ ની ઓફિસ ઉપર જઈએ છીએ ે આ રીતે બે વખત અરજી કરેલ તેમ છતાં સર્વે કરવા માટે મારા ખેતર ઉપર કોઈ આવેલ નથી પ્રિમિયમ ભરેલ છે અને ૧૫૦ % વરસાદ પડેલ હોય તેમ છતાં કોઈ લાભ આ યોજના થકી  ખેડૂતો સુધી પહોચેલ નથી આ બાબતે ઘટતું કરવા યોગ્‍ય કાર્યવાહી કરશો..

(1:39 pm IST)