Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ચોટીલામાં ગૌણ સેવાનાં પરીક્ષાર્થીએ મચાવ્‍યો હોબાળોઃ ખાનગી સ્‍કુલના કેન્‍દ્રમાં ગેરરીતીના આક્ષેપ

ચોટીલા તા.૧૮ : ચોટીલામાં ગઇકાલે લેવાયેલી બીન સચિવાલયનાં પરીક્ષાર્થીઓએ થાનગઢ રોડ ઉપર આવેલ સરસ્‍વતી માધ્‍યમિક શાળા (રોક ઓફ ગ્‍લોરી) સ્‍કુલમાં પરીક્ષાર્થીએ હોબાળો મચાવી ગેરરીતીના આક્ષેપ સાથે હોબાળો મચાવી વિરોધ પ્રદર્શન કરતા ચકચાર મચેલ છે.

પરીક્ષાર્થીઓ દ્વારા સામુહિક રજુઆતમાં જણાવેલ છે કે નિયત સમયે પરીક્ષા શરૂ થયેલ પરંતુ છેલ્લી અડધો પોણો કલાક બાકી હતો ત્‍યારે કેટલાક વર્ગખંડમાં કેમેરામાં ન આવે તેમ શાળાના અધિકારીઓ દ્વારા ચોરી કરાવવામાં આવેલ છે. પેપર સિરીઝ નંબર બી અને ડી વર્ગના વિદ્યાર્થીને દરવાજાની બહાર અધિકારી ઉભા રહીને બોલીસને લખાવડાવામાં આવેલ છે સ્‍કુલ સ્‍ટાફ અને શિક્ષકો દ્વારા આવુ કરવામાં આવેલ છ.ે

પરીક્ષા પુરી થતા કેટલાક વિદ્યાર્થીઓએ બહાર નીકળી શાળા સામે સુત્રોચ્‍ચાર કરી હોબાળો મચાવતા મામલો બીચકતા ચોટીલા પીઆઇ એમ.સી.વાળા સહિતનો કાફલો દોડી ગયેલ હતો પેપર સીટ લેવા આવેલ અધિકારી સમક્ષ રજુઆત કરતા તેઓએ આ અંગે સુરેન્‍દ્રનગર ખાતે રજુઆત કરવા જણાવેલ હતું. શાળા વિરોધ પ્રદર્શન કરતા પરીક્ષાર્થીઓએ લેખીત રજુઆત કરી આ અંગે ન્‍યાય કરવા સરકારમાં માંગ કરી છે.

(1:38 pm IST)