Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

જામનગરમાં પ્રોફેસર રાજાણીના બંગલામાં ફાયરીંગ પ્રકરણમાં ૪ શખ્‍સોની શોધખોળ

ક્રિષ્‍નાપાર્કનાં પ્‍લોટનો સોદો કેન્‍સલ કરવા જયેશ પટેલ સહિતનાં વારંવાર ધમકી આપતા

જામનગરઃ ફાયરીંગ પ્રકરણમાં કોર્પોરેટર અતુલ ભંડેરીની એલ.સી.બી.એ ધરપકડ કર્યા બાદ જામનગરની કોર્ટમાં રજુ કરતા ત્રણ દિવસના રીમાન્‍ડ મેળવી વધુ તપાસ આદરી છે. ત્‍યારે આ ગુન્‍હામાં ફાયરીંગ કરનાર બંને શખ્‍સોને જામનગર પોલીસે અમદાવાદ પાસેથી ઝડપી પાડયા છે. જે તસ્‍વીરમાં નજરે પડે છે. જયારે અન્‍ય તસ્‍વીરમાં જામનગરના એસ.પી.શરદ સિંઘલ અને એલસીબી સ્‍ટાફ પત્રકારોને માહિતી આપતા દ્રશ્‍યમાન થાય છે.(તસ્‍વીરઃ કિંજલ કારસરીયા.જામનગર)(૨૩.૨૦)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: ફરીયાદી પરસોતમ રાજાણીને કાર ઉપર ફાયરીંગનો બનાવા બનેલ આ ગુન્‍હાના આરોપીને પકડી પાડવા માટે જામનગર પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંઘલનાઓએ  એલ.સી.બી. પોલીસ ઇન્‍સ શ્રી કે.કે.ગોહીલ તેમજ પો.સ.ઇ.શ્રી આર.બી ગોજીયા તેમજ એસ.ઓ.જી. પો.ઇન્‍સ કે.એલ ગાધેને તેમજ એલ.સી.બી./એસ.ઓ.જી સ્‍ટાફને સુચના કરેલ હતી અને આ ગુન્‍હાના આરોપીઓ પકડી પાડવા માટે એલ.સી.બી./એસ.ઓ.જીની ચાર ટીમો બનાવવામાં આવેલ હતી. આ દરમ્‍યાન અમદાવાદ મુકામેથી (ATS) ને સાથે રાખી આરોપીની તપાસ કરવામાં આવેલ હતી.

ફરીયાદી પરસોતમભાઇ રવજીભાઇ રાજાણી પટેલ રહે.ઓશવાળા-૩ જામનગર વાળા મહિલા કોલેજમાં પ્રોફેસર હોય તેમજ જમીન મકાનનું દલાલીનું કામ કરે છે. લાલપુર બાયપાસ ક્રિષ્‍નાપાર્કના પ્‍લોટ માલિક મહેશભાઇ વારોતરીયાની પ્‍લોટ વેચાણની દલાલી કરેલ હોય જે પ્‍લોટ માલીક વારોતરીયા એ આરોપી જયેશ રાણપરીયા વિરૂધ્‍ધ અગાઉ જમીનના વાદ વિવાદ અંગેના ત્રણ ગુન્‍હા દાખલ કરાવેલ હોય. જેથી ક્રિષ્‍નાપાર્કના પ્‍લોટના સોદો કેન્‍સલ કરવા માટે આરોપી જયેશભાઇ મૂળજીભાઇ રાણપરીયાએ ફરીયાદી પરશોતમ રાજાણીને તથા સાહેદને અવાર નવાર વોટસઅપ કોલ કરી, ધમકીઓ આપી અને પ્‍લોટોના સોદાઓ કેન્‍સલ કરવા તેમજ એક કરોડની ખંડણીની માંગણી કરેલ જે રકમ નહીં આપી તેમજ પ્‍લોટના સોદાઓ કેન્‍સલ નહીં કરાવતા આરોપીએ રાગદ્વેશ રાખી રાત્રી દરમ્‍યાન ફરીયાદીના મકાનની બહાર પાર્ક કરેલ કાર તેમજ હવામાં ફાયરીંગ કરી ગુનો આચરેલની ફરીયાદમાં જયેશ પટેલ તેમજ અતુલ ભંડેરીના નામ જાહેર કરેલ હોય, જે  તપાસ દરમ્‍યાન આરોપી અતુલ વિઠલભાઇ ભંડેરી પટેલને તા.૧૫-૧૧-૧૯ના રોજ અટક કરવામાં આવેલ છે અને હાલ દિન-૩ના રીમાન્‍ડ પર છે.

આ કામે ફરીયાદીના મકાનના સીસીટીવી ફુટેજ તેમજ રોડ ઉપર પસાર થતા જાહેર રસ્‍તાના ફૂટેજો એલ.સી.બી. તેમજ એસ.ઓ.જી.ની ટીમો દ્વારા ચેક કરવામાં આવેલ હતા. જેમાં બનાવની રાત્રીના ફરીયાદીના ઘર ઉપર ફાયરીંગ કરવામાં ત્રણ મો.સા.માં આવતા ઇસમમાં (૧) ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમર નાયક પઠાણ તથા (ર) દાઉદ ઉર્ફે દાવલો આરીફ મસાણી ઘાંચી રે.બંને જામનગર વાળા હોવાનું ફલીત થયેલ હતુ. આ બંને ઇસમો અગાઉ ખુન, ખુનની કોશીષ, મારામારી તથા હથિયારો જેવા ગંભીર ગુનાઓ આચરેલ હોય અને મજકુર બંને આરોપીઓની ખાનગી તપાસ કરતા બંને આરોપીઓ ગુન્‍હો આચરી ભાવનગર તરફ ગયેલ હોય અને ત્‍યાંથી પોતાના મોબાઇલ વગેરે બદલી તેમને અમદાવાદ તરફ ગયેલ હોવાની માહિતી મળતા અમદાવાદ ATS ના DIGશ્રી હીમાંશુ શુકલા સાહેબ તથા ડી.વાય.એસ.પી.શ્રી રોજીયા સાહેબ અને તેમની ટીમની મદદથી જામનગર એસ.ઓ.જી. પો.ઇન્‍સ કે.એલ.ગાધે અને તેમની ટીમએ સંયુકત ઓપરેશન કરી અમદાવાદના ઉજાલા સર્કલ પાસેથી મજકુર બંનેને પકડી લાવી અટક કરવામાં આવેલ છે. તપાસ દરમ્‍યાન મજકુર બંને ઇસમોને આ કામ પર પાડવા વોટસઅપ-કોલથી કોન્‍ટેક કરી કામ કરવા જણાવેલ હોય જેથી બંને આરોપીઓને અટક કરેલ છે. આ કામે અન્‍ય ચાર આરોપીઓને શોધી કાઢવા માટે તજવીજ ચાલુ છે.

આ ગુન્‍હામાં આરોપીઓએ વાપરેલ પીસ્‍ટલ, ત્રણ વાહનો તથા અન્‍ય આરોપીઓની તપાસ તજવીજ ચાલુમાં છે. જે માટે બંને આરોપીઓને રીમાન્‍ડની માંગણી સાથે આજરોજ કોર્ટમાં રજુ કરવામાં આવશે.

આ કાર્યવાહી  ATS અમદાવાદ એલ.સી.બી., એસ.ઓ.જી જામનગર દ્વારા સંયુકત રીતે કરવામાં આવેલ હતું.

(1:37 pm IST)