Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

બુધવારથી જામજોધપુરમાં સવજાણી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ

વ્યાસાસને પોરબંદરના શાસ્ત્રી પૂ.ચંદ્રેશભાઇ સેવકઃ વેદાંતાચાર્ય પૂ.પરિમલભાઇ કીતાના આચાર્યપદે શ્રીનવચંડી યજ્ઞ-સુરધનદાદા-કુળદેવતાના નૈવેદ્ય-શ્રી રાંદલ માતાજીના સમુહ લોટા-શ્રી હરસિધ્ધિ માતાજીનો પાટોત્સવ

રાજકોટ, તા., ૧૮: જામનગર જીલ્લાના જામજોધપુરમા઼ શ્રી સમસ્ત સવજાણી પરીવાર ટ્રસ્ટ (ધ્રાફા) આયોજીત સવજીયાણી, સવજાણી, સૌજાણી, ધ્રોણા, દ્રોણ, સાગઠીયા, લોહાણા કુટુંબ દ્વારા તા.ર૦-૧૧-૧૯ થી તા.ર૬-૧૧-૧૯  સુધી શ્રી હરસિધ્ધી માતાજી મંદિર-સવજાણી હોલ, જામજોધપુર ખાતે પોરબંદરના ભાગવતાચાર્ય શાસ્ત્રીશ્રી ચંદ્રેશભાઇ વી.સેવકના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે.

જે અંતર્ગત તા.ર૭-૧૧-૧૯ને બુધવારથી તા.ર૮-૧૧-૧૯ને ગુરૂ.વાર સુધી શ્રી નવચંડી યજ્ઞ-સુરધનદાદા તથા કુળદેવતાના મોટા નૈવૈદ્ય પુત્રજન્મ તથા પુત્ર લગ્નના ધરાશે. તા.ર૭-૧૧-૧૯ને બુધવારે શ્રી છેડાછેડીના નૈવૈદ્ય શ્રી સવજીયાણી દેવભુવન ધ્રાફા ખાતે યોજાશે.

તા.ર૯-૧૧-૧૯ ને શુક્રવારથી તા.૩૦-૧૧-૧૯ને શનીવાર સુધી શ્રી નવચંડી યજ્ઞ, શ્રી હરસિધ્ધી માતાજી મંદિર પાટોત્સવ યોજાશે. તા.ર૯-૧૧-૧૯ને શુક્રવારે શ્રી રાંદલ માતાજીનો મનોરથ-માતાજીના સમુહ લોટાનુ઼ શ્રી હરસિધ્ધી માતાજી મંદિર-સવજાણી હોલ જામજોધપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ વિવિધ ધાર્મિક કાર્યક્રમો જામજોધપુરનાં વેદાંતાચાર્ય પૂ.શ્રી પરીમલભાઇ કીતાના આચાર્યપદે આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી નિકુંજનાયક શ્રીનાથજી બાપા, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીશ્રીની અસીમ કૃપાથી તેમજ કુળદેવી શ્રી હરસિધ્ધી માતાજી અને કુળદેવતાની પ્રેરણાથી સમસ્ત સવજાણી પરીવારના પિતૃ મોક્ષાર્થે તથા પરીવારની સુખ-શાંતિ અર્થે શ્રી હરસિધ્ધી માતાજીના સાનિધ્યમાં સવજાણી પરીવાર દ્વારા આયોજીત ધર્મોત્સવનો પ્રારંભ શ્રીમદ ભાગવત સપ્તાહથી થશે.

શ્રી સવજાણી પરીવાર કુળદેવી ભવન-જામજોધપુર ખાતે ભાગવતાચાર્ય શાસ્ત્રી પૂ. ચંદ્રેશભાઇ સેવકનાં વ્યાસાસને તા.ર૦ને બુધવારે સવારે ૯ વાગ્યે શ્રીજી દર્શન હવેલી જામજોધપુર ખાતેથી પોથીયાત્રાનો પ્રારંભ થશે. દરરોજ સવારે ૯.૩૦ થી બપોરના ૧ર.૩૦ અને બપોરે ૩.૩૦ થી ૬.૩૦ સુધી કથાનું રસપાન શાસ્ત્રીજી કરાવશે.

તા.ર૦ને બુધવારે સાંજે ૬ વાગ્યે શ્રી કપીલ પ્રાગટય, તા.રરને શુક્રવારે સાંજે ૬ વાગ્યે શ્રી નૃસિંહ પ્રાગટય, તા.ર૩ને બપોરે ૧ર વાગ્યે શ્રી વામન ચરીત્ર, સાંજે પ વાગ્યે શ્રીરામ જન્મોત્સવ અને સાંજે ૬ વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. તા.ર૪ને રવિવારે સા઼જે પ વાગ્યે શ્રી ગોવર્ધન ઉત્સવ, તા.રપને સોમવારે સાંજે પ વાગ્યે શ્રી રૂ.કમણી વિવાહ પ્રસંગ ઉજવાશે.

તા. ર૬ ને મંગળવારે શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ વિરામ લેશે. શ્રીમદ્ ભાગવત હુંડી તથા આભાર દર્શન સાંજે ૪.૩૦ વાગ્યે યોજાશે.

દરરોજ રાત્રે અનુકુળતા મુજબ સાંસ્કૃતિક  કાર્યક્રમો, બાળાઓના રાસ-ગરબા તથા સંકિર્તન રાખેલ છે.

જયારે તા. ર૭-૧૧-૧૯ ને બુધવારથી તા. ૩૦-૧૧-૧૯ ને શનીવારે સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત શ્રી સવજીયાણી દેવ ભુવન ધ્રાફા ખાતે છેડાછેડીના નૈવેદ્ય તા. ર૭ ને બુધવારે સવારે ૧૦.૩૦ વાગ્યે ધરાશે. નવચંડી-યજ્ઞ-મોટા નૈવૈદ્ય અંતર્ગત તા. ર૭ ને બુધવારે સાંજે ૪ વાગ્યે દેહ શુધ્ધી સંકલ્પ, તા. ર૮ ને ગુરૂ.વારે સવારે ૭ વાગ્યે પૂ. સુરધનદાદા તથા સ્થાપિત દેવોનું પૂજન તથા હોમ, બપોરે ૧ર વાગ્યે પૂ. તેજાબાપાની ખાંભીએ નૈવેદ્ય ધરાશે. બપોરે ૧ વાગ્યે યજ્ઞ પુર્ણાહૂતી. બીડુ હોમ તથા બપોરે ૧.૩૦ વાગ્યે નૈવેદ્ય મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

શ્રી સવજાણી પરિવાર કુળદેવી ભવન જામજોધપુર ખાતે તા. ર૯ ને શુક્રવારે શ્રી રાંદલ માતાજીનો મનોરથ (સમુહ) માતાજીના લોટાનું આયોજન કરાયુ છે.

જેમાં તા. ર૯ ને શુક્રવારે સવારે ૭.૩૦ વાગ્યે શ્રી રાંદલ માતાજીની પૂજા કરવામાં આવશે.

જયારે તા. ર૯ ને શુક્રવારે શ્રી હરસિધ્ધિ માતાજી પાટોત્સવ અંતર્ગત સવારે ૬.૩૦ વાગ્યે દેહ શુધ્ધી સંકલ્પ, સવારે ૯ વાગ્યે પૂજનવિધી, હોમાત્મક કાર્ય, બપોરે ૧ર.૩૦ વાગ્યે બીડુ હોમ તથા બપોરે ૧ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી નવચંડી યજ્ઞ, સુરધનદાદા તથા કુળદેવતાના નૈવેદ્ય, છેડાછેડીના નૈવેદ્ય તેમજ શ્રી રાંદલ માતાજીનો મનોરથ (સમુહ લોટા) અને શ્રી હરસિધ્ધિ માતાજીના પાટોત્સવના આચાર્યપદે જામજોધપુર નિવાસી વેદાંતાચાર્ય  પૂ. શ્રી પરિમલભાઇ કીતાના આચાર્યપદે વિધિવિધાન પુર્વક ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન ગીરધરલાલ વીઠ્ઠલજીભાઇ સવજાણી-યુ.કે.શ્રીમતિ ભાનુબેન ગીરધરલાલ સવજાણી પરિવાર ભરતભાઇ ગીરધરલાલ સવજાણી, શ્રીમતી મીનાબેન ભરતભાઇ સવજાણી, શ્રી વિકેશભાઇ ગીરધરલાલ સવજાણી, શ્રીમતિ હીનાબેન વિકેશભાઇ સવજાણી, શ્રીમતિ હર્ષિદાબેન નાગેશકુમાર તથા શ્રી નાગેશકુમાર કાન્તીલાલ ભાયાણી છે જયારે સહ યજમાન (પાટલા) પોથીના યજમાનશ્રીઓ જયંતિલાલ વીઠ્ઠલજીભાઇ સવજાણી-યુ.કે.પરિવાર, શ્રીમતિ જયાબેન જયંતિલાલ સવજાણી, શ્રી વિજયભાઇ જયંતિલાલ સવજાણી, શ્રીમતિ વીણાબેન વિજયભાઇ સવજાણી, શ્રી જીવનલાલ ગોરધનદાસ સવજીયાણી-શેઠવડાળા વાળા,શ્રીમતિ જશવંતીબેન જીવનલાલ સવજીયાણી-વાપી પરિવાર, શ્રી નિલેષભાઇ જીવનલાલ સવજીયાણી, શ્રીમતિ રિધ્ધીબેન નિલેષભાઇ સવજીયાણી છે

શ્રી હરિસિધ્ધિમાતાજી પાટોત્સવ, શ્રી મોટા નૈવેદ્ય-નવચંડી યજ્ઞના મુખ્ય યજમાનશ્રી, શ્રીભરતકુમાર સવજીયાણી શ્રીમતિ સુનિતાબેન ભરતકુમાર સવજીયાણી, રાહ યજમાનશ્રીઓ શ્રી ભીમજીભાઇ દેવચંદભાઇ ધ્રોણા-નાઇરોબી શ્રીમતિ ઉષાબેન ભીમજીભાઇ ધ્રોણા પરિવાર,શ્રી હનુભાઇ દેવુભાઇ સવજાણી-જામખંભાલીયા પરવિાર, રામકુમાર ઉનુભાઇ સવજાણી, શ્રીમતિ રૂ.પાબેન રામકુમાર સવજાણી, જયંતિલાલ વીઠ્ઠલજી સવજાણી-યુ.કે.પરિવાર શ્રી વિજયભાઇ જયંતિલાલ સવજાણી, શ્રીમતિ વીણાબેન વિજયભાઇ સવજાણી છે.

આ તકે પરિવારનાં સંનિષ્ઠ કાર્યકરો પોપટલાલ લવજીભાઇ-જામજોધપુર, પ્રભુદાસ દેવરાજભાઇ-ધ્રાફા, હેમરાજ દેવરાજભાઇ-ધ્રાફા, જીવનલાલ કાનજીભાઇ-મુંબઇ, પ્રાગજીભાઇ કુરજીભાઇ-ઇન્દોર, વૃજલાલ કુરજીભાઇ-ઇન્દોર, પ્રાગજીભાઇ નરશીભાઇ-પાનેલીમોટી મથુરાદાસ ભગવાનજીભાઇ-ભાવનગર, મગનલાલ વીઠ્ઠલદાસ-મોટીગોપ, કનુભાઇ દેવુભાઇ-જામખંભાલીયા, રતિલાલ હેમરાજભાઇ-ધ્રાફા, ચંદુલાલ મનજીભાઇ-જામજોધપુર, છોટાલાલ લવજીભાઇ-જામજોધપુર, નારણદાસ જશરાજભાઇ-સણોસરા, ગોરધનદાસ ડાયાભાઇ-શેઠવડાળા, જમનાદાસ ધનજીભાઇ-મોટાવડિયા, જમનાદાસ કુરજીભાઇ-મુંબઇ, નાથાલાલ વાલજીભાઇ-જામજોધપુર, નાથાલાલ પોપટલાલ-જામજોધપુર, મુકુંદરાય છોટાલાલ-જામજોધપુર, ઉદયભાઇ જગજીવનભાઇ-જામજોધપુર, પરેશભાઇ છોટાલાલ-જામજોધપુર, હિતેષભાઇ લક્ષ્મીદાસ-જામજોધપુર સહિતને યાદ કર્યા છે.

આ કાર્ય માટે રાજેન્દ્ર રતિલાલ સવજીયાણી-વેરાવળ, હરીશ રસીકલાલ સવજીયાણી-વેરાવળ, અરવિંદભાઇ એમ,ધ્રોણા-વર્ધા, રાજુભાઇ એમ.ઠકકર-અમદાવાદ, ભરતકુમાર સવજાણી-મુંબઇ, જીતેન્દ્ર જીવનલાલ સવજાણી-મુંબઇ, રમેશકુમાર કાનજીભાઇ સવજાણી-પોરબંદર, રામભાઇ કનુભાઇ સવજાણી-જામખંભાલીયા, રમેશ મથુરાદાસ સવજાણી-જામખંભાલીયા, રમેશ લીલાધર સવજીયાણી-રાજકોટ, લલીત લીલાધર સવજીયાણી-રાજકોટ, જગદીશભાઇ ઠાકરશીભાઇ સવજાણી-વાપી, ડો.મહેન્દ્રભાઇ પી.સવજીયાણી-ઉપલેટા, ચંદ્રકાંત જમનાદાસ સવજાણી-કેવડી, પરેશકુમાર ભગવાનભાઇ સવજાણી-પોરબંદર,દિનેશ રતિલાલ સવજીયાણી-પાનેલીમોટીનો સહયોગ પ્રાપ્ત થયો છે.

જયારે કાકુભાઇ મનજીભાઇ-મુંબઇ, ગોપાલદાસ મનજીભાઇ-મુંબઇ, જીવનલાલ ગોરધનદાસ-વાપી, અમૃતલાલ તુલશીદાસ-રાજકોટ, શાંતીલાલ જમનાદાસ-ધ્રાફાનુ માર્ગદર્શન મળ્યુ છે.

પ્રભુદાસ દેવરાજ સવજીયાણી પરિવાર, જમનાદાસ ધનજીભાઇ સવજાણી પરિવાર, વૃજલાલ બાલુભાઇ સવજાણી પરિવાર, મગનલાલ વીઠ્ઠલદાસ સવજાણી પરિવાર, નાથાલાલ વાલજીભાઇ સવજાણી પરિવાર, વલ્લભદાસ લવજીભાઇ સવજાણી પરિવાર,મગનલાલ લવજીભાઇ સવજાણી પરિવાર, છોટાલાલ લવજીભાઇ સવજાણી પરિવાર, લક્ષ્મીદાસ લવજીભાઇ સવજાણી પરિવાર, જગજીવન પોપટલાલ સવજાણી પરિવાર આ કાર્યક્રમમાં સતત કાર્યરત છે.

વધુ વિગત માટે કાંતીભાઇ સવજીયાણી (મો.૯૪૨૮૫ ૬૯૪૬૨), રાજુભાઇ સવજાણી (મો.૯૯૨૫૫ ૬૮૩૬૯), મહેન્દ્રભાઇ સવજાણી (મો.૯૯૭૯૬ ૨૭૦૯૯), કિરીટભાઇ સવજાણી (મો.૯૪૨૬૯ ૯૪૫૨૧)ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.

 

(12:57 pm IST)