Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

માળીયામિંયાણા પાસે ૧૮ લાખનો દારૂ. ભરેલ ટ્રક પકડાયો

ટ્રકમાં કાચ નીચે દારૂ.નો જથ્થો છુપાવ્યા'તોઃ ૬૦૨૪ બોટલ દારૂ. સહિત ૩૮.૧૩ લાખના મુદામાલ સાથે ટ્રક ચાલાકની ધરપકડઃ આર.આર.સેલના પી.આઇ.એમ.પી.વાળાની ટીમના દરોડો

રાજકોટ તા.૧૮: માળીયામિંયાણા પાસે સુરજબારી ચેક પોસ્ટ નજીકથી રેન્જ આઇ.જી.ના આર.આર.સેલની ટીમે ૧૮ લાખનો દારૂ. ભરેલ ટ્રક સાથે ચાલાકને ઝડપી લીધો હતો.

રાજકોટ રેન્જ આઇ.જી.સંદીપસિંગના માર્ગદર્શન હેઠળ આર.આર.સાયબર સેલના પી.આઇ. એમ.પ.વાળાની સુચનાથી રેન્જમાં દારૂ.ની બદી રોકવાના ભાગ રૂ.પે આર.આર.સેલ ટીમના સુરેશભાઇ હુંબલ,શકતીસિંહ ઝાલા, પાલભાઇ,રસિકભાઇ પટેલ અને કુલદીપસિંહ ચુડાસમા ટીમને માહીતી મળી હતી કે માળિયા હાઇવે પરથી મોટી સંખ્યામાં દારૂ.ની હેરાફેરી કરવામાં આવાની છે મોડી રાત્રે એક RJ09 AGB 9896 નંબર ટ્રક શકાસ્પદ હાલતમાં સુરજબારી પુલ નજીકથી પસાર થતા તેને રોકી ચેક કરતા તેમાં તૂટેલ કાચની નીચે એક ચોર ખાનું બનાવી તેમાં દારૂ.નો જથ્થો સંતાડી હરિયાણાથી કચ્છ અને કચ્છથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો હતો.

પોલીસ ચેક કરતા ટ્રકમાંથી વિદેશી દારૂ.ની બોટલ નંગ-૬૦૨૪ કીમત રૂ.ા.૧૮,૦૭,૨૦૦ મળી આવતા ટ્રક ચાલક રણબીરસિંહ મલિકને રોકડ રકમ રૂ.ા.૬૦૦૦, મોબાઇલ કી.૫૦૦ તથા ટ્રક કી.૨૦,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કી.રૂ.ા.૩૮,૧૩,૭૦૦ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તો અન્ય આરોપી પવનકુમાર રામકુમાર યાદવ, મનોજ યાદવ અને દીપક યાદવ તમામ રહે-હરિયાણા વાળાના નામ ખુલતા તેને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

(12:37 pm IST)