Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

બરડા ડુંગરમાં એલસીબીની પ્રોહીબીશન ડ્રાઇવમાં વધુ સ્થળે દરોડાઃ ૭ હજારનો દેશી દારૂ ઝડપાયો

પોરબંદર તા. ૧૮: પોરબંદર જિલ્લામાં બરડા ડુંગર સહિત વિસ્તારમાં એલસીબીની પ્રોહીબીશન ડ્રાઇવમાં બરડા ડુંગરમાં વધુ ર સ્થળે દરોડામાં ૭ હજારનો દેશી દારૂ સાથે ર શખ્સોને પકડી પાડયા છે.

પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો. પાર્થરાજસિંહ ગોહીલની સુચનાથી એસઓજી પીઆઇ કે. આઇ. જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ હરદેવસિંહ ગોહિલ, એસ.ઓ.જી. સ્ટાફ સાથે પ્રોહીબીશન ડ્રાઇવ સબબ પ્રોહીબીશનના ગૂન્હાઓ શોધવા માટે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. સમીરભાઇ જુણેજા તથા દેવેન્દ્રસિંહ ગોહિલને મળેલ ચોકકસ હકીકત આધારે ચંદ્રેશ ઉર્ફે ચંદુ નારણ ગીરનારી રહે. ખારવાવાડ પોરબંદર વાળો બોખીરા કે. કે. નગર, હાઉસીંગ બોર્ડ આવાસ યોજનાની સામે આવેલ બાવળની કાટમાં દેશી દારૂના બાચકાઓની હેરાફેરી કરે છે. જે આધારે સદર જગ્યાએ રેઇડ કરતા મજકુર આરોપી સદર જગ્યાએથી દેશી પીવાનો દારૂ પ્લાસ્ટીકના રપ-રપ લીટરના બચકા નંગ-૧ર દેશી પીવાનો દારૂ લી.-૩૦૦ કિ. રૂ. ૬૦૦૦/- નો મુદામાલ રાખી મળી આવફેલ અને સદર દારૂ આરોપી રૈયા જીવા ગરગટીયા રહે. આદિત્યણા વાળાએ વેંચાણ આપેલ હોઇ આરોપી ચંદુ નારણ ગિરનારીને મુદામાલ સાથે પકડી પાડી તેઓની વિરૂધ્ધ ઉદ્યોગનગર પો. સ્ટે. ગુન્હો દાખલ કરાવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર મકે. આઇ. જાડેજા, પોલીસ સબ. ઇન્સ. હરદેવસિંહ ગોહીલ તથા એસઓ.જી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ ગોરાણીયા કોન્સ્ટેબલ સમીરભાઇ જુણેજા, હરેશભાઇ આહિર, સરમણભાઇ રાતીયા, વિપુલભાઇ બોરીચા તથા દેવેન્દ્રસિંહ ગોહિલ, ડ્રાઇવર સુરેશભાઇ નકુમ વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.

એસ.ઓ.જી. સ્ટાફ સાથે પ્રોહીબીશન ડ્રાઇવર સબબ પ્રોહીબીશનના ગુન્હાઓ શોધવા માટે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. સમીરભાઇ જુણેજા તથા હરેશભાઇ આહીરને મળેલ ચોકકસ હકીકત આધારે રાજેશ ઉર્ફે રાજે કાનજીભાઇ પાંજરી, ખારવાવાડ ગરબી ચોક સામે, પોરબંદર વાળો પોતાના રહેણાક મકાનમાં દેશી દારૂનું વેચાણ કરે છે. જે આધારે સદર જગ્યાએ રેઇડ કરતા મજકુર આરોપી સદર જગ્યાએથી દેશી પીવાનો દારૂ પ્લાસ્ટીકના રપ-રપ લીટરના બચકા નંગ-ર તથા ૪૦ લીટરનું બચકા નંગ-૧ દેશી પીવાનો દારૂ લી.-૯૦ કિ. રૂ. ૧૮૦૦/- નો મુદામાલ રાખી મળી આવેલ આરોપી રાજેશ ઉર્ફે રાજે કાનજીભાઇ પાંજરીને મુદામાલ સાથે પકડી પાડી તેઓની કિર્તિ મંદિર પો. સ્ટે. ગુન્હો દાખલ કરાવેલ છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર કે. આઇ. જાડેજા, પોલીસ સબ હરદેવસિંહ ગોહિલ તથા એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ ગોરાણીયા કોન્સ્ટેબલ સમીરભાઇ જુણેજા, હરશેભાઇ આહિર, સરમણભાઇ રાતીયા, વિપુલભાઇ બોરીચા તથા દેવેન્દ્રસિંહ ગોહિલ, ડ્રાઇવર માલદેભાઇ પરમાર વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.

(12:18 pm IST)