Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ઉનામાં યુવતીનો બિભત્સ વીડીયો વાઇરલ કરીને ધમકી આપનાર ૪ યુવાનો સામે પોલીસ ફરીયાદ

 ઉના તા. ૧૮ :.. યુવતીનો બિભત્સ વિડીયો વાયરલ કરવાના બનાવમાં ૪ યુવાન સામે પોલીસ ફરીયાદ થઇ છે યુવતીને બદકામ કરવાનાં ઇરાદે પીછો કરી છેડતી કરી બિભત્સ માંગણી કરી ધમકાવી તાબે ન થાય તો બદનામ કરવાની ધમકીની ફરીયાદ નોંધાવી છે.

ઉના ની ૧૯ વરસની અપરણીત યુવતીને ૪ વરસ પહેલા મુકેશ ઉર્ફે મુન્નોને પ્રેમ કરતી હતી. બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયા હતાં ત્યારે મુકેશે યુવતીનો નગ્ન હાલતમાં વિડીયો ઉતારી મોકલવા દબાણ કરેલ.

ત્યારબાદ મુકેશ અને યુવતી વચ્ચે પ્રેમ સબંધમાં ખટાસ આવી જતા સબંધ પુરો થઇ ગયો હતો યુવક પરણી ગયો હતો. યુવતી પણ બીજા યુવાન સાથે લીવ અને રિલેશન સીપમાં રહે છે. ત્યારે યુવતીને બદનામ કરવા તથા બદકામ કરવાના ઇરાદે મુકેશ ઉર્ફે મુન્નો રે. ઉના વાળાએ યુવતીનો નગ્ન હાલતનો વિડીયો તેના મિત્ર યોગેશ મકવાણા, રણજીત બાંભણીયા, અનિલ બાંભણીયાને વિડીયો વાયરલ કરેલ અને આ ૪ યુવાનો બદકામ કરવાના ઇરાદે યુવતી બહાર નીકળતી ત્યારે પીછો કરી બિભત્સ માંગણી કરતા અને જો તાબે નહી થાય તો યુવતીનો વિડીયો વધુ વાયરલ કરવા ધમકી આપતા કંટાળી જઇ ઉના પોલીસ સ્ટેશને આવી ફરીયાદ નોંધાવી છે.

પોલીસે ઇન્સ્પેકટર વી. એમ. ચૌધરીએ હકિકત જાણી ૪ આરોપીઓ સામે કલમ ૩પ૪ -એ (૧), (૧), ૩પ૪ ડી(૧) ર૯ર મુજબ ગુનો દાખલ કરી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

(11:43 am IST)