Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

જામનગર : ''આયુષ્માન ભારત'' યોજનાના લાભાર્થીઓ સાથે સાંસદનો સંવાદ

જામનગર  : આયુષ્માન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મેળવેલ જામનગર સંસદીય વિસ્તારના લાભાર્થીઓ સાથે જામનગરના સાંસદશ્રી પૂનમબેન માડમ દ્વારા તેમના નિવાસસ્થાને પરિસંવાદનું આયોજન કરવામા આવેલ હતું. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મળી કુલ ૫૦થી વધારે લાભાર્થીઓ હાજર રહી તેઓએ તેમના પ્રતિભાવો સાંસદશ્રી પૂનમબેન માડમ સમક્ષ રજુ કર્યા હતા. લાભાર્થીઓએ સરકારશ્રીની આયુષ્માન ભારત યોજનાને સામાન્ય માનવી માટે આર્શીવાદરૂપ ગણાવી સરકારશ્રીનો આભાર વ્યકત કર્યો હતો. સાંસદ માડમે ઉપસ્થિત લાભાર્થીઓના પ્રતિભાવો મેળવી જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વની સોૈથી મોટી આરોગ્ય યોજના આયુષ્માન ભારત યોજના શરૂ કરેલ છે. જેનો લાભ હાલ ભારતના નાગરીકો લઇ રહેલ છે. ગુજરાત રાજય સરકારના 'માં' યોજનાના લાભાર્થીઓને પણ આયુષ્માન ભારત યોજનામાં સમાવેશ કરવામાં આવેલ છે. કેન્દ્ર તથા રાજય સરકાર છેવાડાના માનવીના આરોગ્યની સુખાકારી માટે હંમેશને માટે ચિંતીત છે, તેમ જણાવી સાંસદશ્રી પૂનમબેન માડમે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને કોઇપણ જગ્યાએ તકલીફ પડે તો તેમનો અથવા જિલ્લા આરોગ્ય કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતું તે પ્રસંગની તસ્વીર

(10:28 am IST)