Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

અમરેલી ડબલ મર્ડરના ગુન્‍હાના વધુ પાંચ આરોપી ઝબ્‍બે

અમરેલી તા.૧૪: નગરપાલિકાને પોતાના રખડતા ઢોર પકડાવી પાંજરાપોળમાં મોકલી આપેલાના મનદુઃખને લીધે અમરેલી જીવાપરામાં ગઇ તા.૧૦-૧૧-૨૦૧૯ની રાત્રે ભરવાડ સમાજના બે જુથ વચ્‍ચે થયેલ અથડામણમાં ડબલ મર્ડરનો બનાવ બનવા પામતાં જે અંગે કુલ ૧૩ આરોપીઓ વિરૂધ્‍ધ અમરેલી સીટી પો.સ્‍ટે.ફ.ગુ.ર.નં.૯૪/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨),૧૪૩, ૧૪૪,૧૪૭,૧૪૮,૧૪૯,૧૨૦ (બી), ૩૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ડબલ મર્ડરનો ગુન્‍હો રજી થયેલ.

આ અગાઉ અટક કરેલ આરોપીઓ (૧)સુરાભાઇ વાઘાભાઇ રાતડીયા (૨)કરશનભાઇ વાઘાભાઇ રાતડીયા (૩)હાજાભાઇ વાધાભાઇ રાતડીયા (૪)સંગ્રામભાઇ નારૂભાઇ રાતડીયા (૫)રાજુભાઇ ભીખુભાઇ રાતડીયા (૬) જાગાભાઇ ઉર્ફે ગુણાભાઇ ભગુભાઇ રાતડીયા (૭)ધર્મેન્‍દ્રભાઇ જાગાભાઇ ઉર્ફે ગુણાભાઇ રાતડીયાને પો.ઇન્‍સ.વી.આર.ખેર રજુ કરી, જરૂરી મુદ્દાઓની તપાસ માટે પોલીસ રીમાન્‍ડ મળવા રજુઆત કરતા આરોપીઓનાં તા.૧૬-૧૧-૨૦૧૯ સુધીનાં પોલીસ રીમાન્‍ડ મંજુર કરવામાં આવેલ છે.

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાયે માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે ગુન્‍હો કર્યા બાદ નાસી જનાર પાચેય આરોપીઓને અમરેલી એલ.સી.બી. દ્વારા પકડી પાડી અમરેલી સીટી પો.સ્‍ટે. હવાલે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ (૧)કાળુભાઇ ભીખાભાઇ રાતડીયા, ઉ.વ.૪૬, (૨)પાંચાભાઇ ભીખાભાઇ રાતડીયા ઉ.વ.૩૪, (૩)નારણભાઇ ભગવાનભાઇ રાતડીયા ઉ.વ.૫૫, (૪)ગોપાલભાઇ નારણભાઇ રાતડીયા, ઉ.વ.૨૫, (૫)ભીમાભાઇ ભગવાનભાઇ રાતડીયા ઉ.વ.૬૦ છે.

આ કામગીરી એલ.સી.બી.ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ.આર.કે.કરમટા તથા પો.સબ ઇન્‍સ. પી.એન.મોરી તથા એલ.સી.બી.સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(3:46 pm IST)