Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ભાવનગર નજીક ઈંગ્લીશ દારૂ ભરેલી બોલેરો સાથે એક શખ્સ ઝડપાયો

ભાવનગર, તા.૧૪: ભાવનગર જિલ્લાનાબગદાણા પો.સ્ટે. ના પો.સબ ઇન્સ.સી.એચ.મકવાણા તથા પો.સ્ટે ના ંએએસઆઇ એ.ટી.સંગાથ, પો.કોન્સ.ભરતસિંહ રાણાભાઇ, પો.કોન્સ.ભરતભાઇ રામુભાઇ, પો.કોન્સ. મહેન્દ્રસિંહ રૂપસિંહ સરવૈયા , પો.કોન્સ. વનરાજસિંહ હઠીસિંહ તથા વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો પો.સ્ટે વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમા હતાં તે દરમ્યાન પો.સબ.ઇન્સ.સી.એચ.મકવાણાને બાતમી રાહે હકીકત મુજબ વાધવદરડા ગામે પ્રોહી. અંગે વોચમાં હતાં

 ત્યારે કલરનો બોલેરો નં.GJ 04 AT 7216 નો શંકાસ્પદ રીતે આવતાં તેને રોકવાની કોશીશ કરતા તે ઉભો રહેલ નહી. જેથી તેનો પીછો કરી ખારી ગામ પાસે તેને રોકી તપાસ કરતાં ભારતીય બનાવટની ઇંગલીશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની બોટલ નંગ.૧૧૨૮ કી.રૂ.૩,૩૮,૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ એક તેની કિ.રૂ.૩૦,૦૦/- તથા બોલેરો કી.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૫,૪૧,૪૦૦/- નો મુદ્દામાલ સાથે આરોપી જીણકુભાઇ મોતીભાઇ ગોહિલ રહે.વિજાનાનેસ,

તા.જેસરવાળા ને પકડી તથા આરોપી અજીતભાઇ જોધાભાઇ ગોહિલ નાસી ગયેલ હોય તે બંને વિરૂધ્ધ બગદાણા પોલીસ સ્ટેશનમા ગુનો રજીસ્ટર કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

(12:51 pm IST)