Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ઉનામાં ટ્રેકટર ઉપર વીજ થાંભલો ખાબકયોઃ ચાલક સહિતના તમામનો બચાવ

ઉના તા ૧૪  : અહીં વેરાવળ રોડ ઉપર રેલ્વે ફાટક પાસે સાંજના સમયે પસાર થતા ટ્રેકટર ઉપર અકસ્માતે વીજ થાંભલો ખાબકયો હતો.

અકસ્માતમાં ટ્રેકટરમાં ચાલક સહિત તમામ ત્રણેય વ્યકિતઓનો ચમત્કારીક બચાવ થયો હતો. તાજેતરમાં વરસાદ અને વાવાઝોડા જેવા પવનથી શહેરમાં અનેક સ્થળોએ વીજ થાંભલા નબળા પડયા છે. વીજ સતાવાળાઓએ તેની ચકાસણી કરવા લોક માંગણી ઉઠી છે.

(12:06 pm IST)