Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે ખેડૂતે ઉભા કપાસને પાડી દઈ સળગાવી દીધો

હળવદ,તા.૧:ઘણા સમય થી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે અને રાજય સરકાર સમક્ષ યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતે ઉભા કપાસને પાડી દે સળગાવી દીધો હતો

કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ત્યારે હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતે ઉભા કપાસને પાડી દે ખેતર વચ્ચે સળગાવી દીધો હતો

વધુમાં ખેડૂતે જણાવ્યું હતું કે ૫૫ વીદ્યામાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ પાછળથી પડેલા વરસાદને કારણે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે સાથે જ હજી સુધી અહીં કોઈપણ પાક નુકસાનીનો સરવે કરવા ની ટીમ આવી નથી જેથી હાલ અમો ખેતરમાં રહેલ કપાસને પાડી દે સળગાવી દેવામાં આવી રહ્યો છે

(11:59 am IST)