Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ભાવનગર નજીક કાર નાળામાં ખાબકતા ઉમરાળાના યુવાનનું મોત

ભાવનગર તા. ૧૪: ભાવનગર નજીક કાર નાળામાં ખાબકતાં યુવાનનું મોત નિપજયું છે. અકસ્માતની મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં ઉમરાળા ગામે રહેતાં ઘાંચી સૈયદ ફિરોઝભાઇ હાજીભાઇનાં પુત્ર સબ્બીરભાઇ ઉ.વ. ર૮ મારૂતીવાન લઇ ભાવનગર આવી રહયા હતા ત્યારે વલ્લભીપુર નજીક રાઘવ પેટ્રોલ પંપ પાસે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલ્ટી ખાઇ નાળામાં ખાબકતાં તેનું ગંભીર ઇજા થતાં મોત નિપજયું હતું. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

વાવડી ગામે ચોરી

ભાવનગર જીલ્લાનાં ઘોઘા તાલુકાનાં વાવડી ગામે રહેતાં બટુકભાઇ દયારામ જાનીનાં બંધ મકાનમાં ત્રાટકી તસ્કરોએ તાળા તોડી રૂ. ૧૧પ૦૦૦ ની કિંમતનાં સોનાનાં દાગીનાની ચોરી કરી નાસી છુટયા હતા. આ અંગે ઘોઘા પોલીસમાં ફરીયાદ નોંધાવાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:00 pm IST)