Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ખંભાળિયામાં રાજ્યમંત્રી હકુભા જાડેજાનું સંસ્થા -જ્ઞાતિ -એન.જી.ઓ દ્વારા સન્માન

દેવભૂમિ દ્વારકા, તા.૧૪:  દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના ભાતેલ ગામના વતની ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાને મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત થયા પછી ખંભાળીયામાં ગઇ કાલે ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦ જેટલી સંસ્થાઓ, ૩૩ જેટલા સમાજો, તથા ૩ ગ્રામ પંચાયતો મળી ૭૫ જેટલી સંસ્થાઓ, જ્ઞાતિઓ તથા એન.જી.ઓ. દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

ખંભાળીયામાં દાખલ થતા રેલ્વે ફાટકથી આ સન્માનનો દોર ચાલુ થયો હતો. ખંભાળીયાની વિવિધ જગ્યાએ અલગ અલગ સમાજના આગેવાનો શ્રી મશરીભાઇ નંદાણીયા, શ્રી જીવાભાઇ કનારા, શ્રી મેદ્યજીભાઇ કણઝારીયા, શ્રી હરીભાઇ નકુમ, રદ્યુવંશી સમાજના શ્રી મનુભાઇ સોમૈયા, શ્રી નટુભાઇ ગણાત્રા, બ્રહમ સમાજના શ્રી દિનેશભાઇ જોશી, શ્રી મોહનભાઇ મોકરીયા, વેપારી અગ્રણીઓ શ્રી અનીલભાઇ તન્ના, શ્રી પ્રતાપભાઇ દતાણી, મુસ્લીમ અગ્રણીઓ શ્રી રહીમભાઇ ચાકી, શ્રી આમદભાઇ દ્યાવડા, ગઢવી અગ્રણીઓ શ્રી પી.એમ. ગઢવી, જિ.પં. સદસ્ય શ્રી મયુરભાઇ ગઢવી,  ન.પ. પ્રમુખ શ્રી શ્વેતાબેન શુકલ, ઉપરાંત પત્રકાર મંડળ, વકીલ મંડળ,એન.જી.ઓ. વગેરે દ્વારા પણ મંત્રીશ્રીનું સન્માન કરાયું હતું.

ખંભાળીયાથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરીને મોટું સીમાચિહન એવા રાજયમંત્રી સુધી પહોંચનાર હકુભા જાડેજા આ ભવ્ય સન્માનથી ભારે ભાવ વિભોર થયા હતા. રેલ્વે ફાટકથી મહાપ્રભુજીની બેઠક સુધી સતત ત્રણ લાક સુધી ભવ્ય સન્નમાનનો દોર હજારોની ઉપસ્થિતિમાં ચાલ્યો હતો.

(11:58 am IST)