Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

અમરેલીના બાબાપુર પંથકમાં સૂપડાધારે વરસ્યો

સૌરાષ્ટ્ર-કચ્છમાં કરા સાથે માવઠાથી પાકને ભારે નુકશાનઃ એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવઃ સ્મશાનયાત્રામાં લોકો હેરાન પરેશાન થયા

રાજકોટ તા.૧૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા છેલ્લા બે દિવસથી વાતાવરણમા પલ્ટા સાથે કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસી જાય છે.

ગઇકાલે સાંજના સમયે અમરેલીમાં વરસાદ વરસ્યો હતો. જયારે અમરેલી જીલ્લાના બાબાપુર અને નજીકના ગામોમા સૂપડાધારે વરસાદ વરસ્યો હતો અને સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ હતુ.

ભારે વરસાદના કારણે સ્મશાનયાત્રામાં આવેલા લોકો હેરાન-પરેશાન થયા હતા.

જસદણ

જસદણઃ જસદણ પંથકમાં કાલે સાંજે છ કલાકે ભારે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો વરસાદ દેવ દિવાળી પછી પણ કેડો નહિ મુકતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે ખાસ કરીને ખેડૂતોને મગફળીનો પાક તૈયાર થઇ ગયો હોવાથી કામગીરી ચાલી રહી છે જેમાં વરસાદ વિલન બનતા ખેડુતોમાં નારાજગી વ્યાપી છે આટકોટ સહિત તાલુકાનાં કેટલાક ગામોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા.

ટંકારા

ટંકારાઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આજે ટંકારા તાલુકાના વિરપરમાં સાંજના સુમારે હવામાનમાં ઓચિંતો વરસાદ વરસવાનું શરૂ થયો હતો અને ગ્રામ્ય પંથકમાં વરસાદ સાથે કરા પડતા ખેડુતો ફરીથી મુશ્કેલીમાં મુકાયા છે ચાલુ વર્ષે અતિ ભારે અને લાંબા ચોમાસાએ હજુ તો વિદાય લીધી ના લીધી ત્યારે ફરીથી રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા.૧૩ થી ૧૫ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી હતી જે સાચી પડી છે અને ટંકારા તાલુકાના વિરપર ગામે સાંજે વરસાદ શરૂ થયો હતો એટલું જ નહિ વરસાદ સાથે કરા પણ પડ્યા હતા તો અગાઉ માવઠા અને કમોસમી વરસાદથી આમેય ખેડુત પરેશાન હતો અને ઉભા પાકોને ભારે નુકશાન થયુ છે તો ફરીથી વરસાદ અને વરસાદ સાથે કરા પડતા હવે ખેડુતો માથે દુખનાં ડુંગર ખડકાયા છ ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.

જામનગર

જામનગરઃ આજનુ હવામાન ૩૨.૧ મહતમ, ૨૨ લઘુતમ ૮૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહ્યુ હતુ.

(11:55 am IST)