Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

હળવદના અપહરણના ગુન્હામાં બે વર્ષથી વોન્ટેડ આરોપી પકડાયો

વિકેશ ભીલને ગોંડલ પંથકમાંથી મોરબી એસઓજીએ દબોચી લીધો

મોરબી- હળવદ,તા.૧૪: હળવદ પંથકનાં અપહરણના ગુન્હામાં બે વર્ષથી વોન્ટેડ આરોપીને મોરબીએ એસઓજીએ દબોચી લીધો હતો.

મોરબી એસઓજી પીઆઈ જે એમ આલની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના કોલીથડ ગામે તપાસ કરતા હળવદ પંથકની સગીરાના અપહરણનો આરોપી વિકેશ કનુભાઈ ભીલ (ઉ.વ.૨૦) રહે નખલપુરા છોટા ઉદેપુર હાલ કોલીથડ વાડી તા. ગોંડલ વાળાને ઝડપી લઈને તેમજ ભોગ બનનાર મળી આવતા તેના વાલીને સોપવા હળવદ પોલીસ મથકે સોપવામાં આવ્યા છે

આ કામગીરીમાં એસઓજી ટીમના પીઆઈ જે એમ આલના માર્ગદર્શન હેઠળ કિશોરભાઈ મકવાણા, જયપાલસિંહ ઝાલા, ધર્મેન્દ્રબહિ પટેલ અને મહિલા લોકરક્ષક પ્રીયંકાબેન પૈજા સહિતની ટીમ રોકાયેલ હતી.

(11:54 am IST)