Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

વંથલીમાં ચોરીના ઇરાદે માર્કેટમાં રેકી કરવા આવેલા પોરબંદરના ત્રણ દેવીપુજક ઝડપાયા

બે દિ, પહેલા મેમણ પ્લાઝામાં સાત દુકાનો તોડયાનો ગુન્હો પણ કબુલ્યો

જુનાગઢ તા.૧૯ : વંથલી ટાઉનનીમેઇન બજારમાં આવેલ મેમણ પ્લાઝામાં બે દિવસ પહેલા રાત્રીના સમયે અજાણ્યા ઇસમો દ્વારા એક સાથે સાતેક દુકાનોના તાળા તોડી ચોરીનો બનાવ બનેલ. આ બનાવ બનતા ક્રાઇમબ્રાન્ચનીએક ટીમ બનાવી બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફુટેજ તથા ટેકનીકલ સેલના માધ્યમથી તેમજ ખાનગી બાતમીદારોને કામે લગાડી આ ચોરીના બનાવના આરોપીઓને પકડી પાડવા સતત પ્રયત્નશીલ હોય, દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પો.કોન્સ. સાહિલભાઇ સમા તથા  દિવ્યેશકુમાર ડાભીને હકિકત મળેલ કે, ઉપરોકત ગુન્હામાં ચોરી કરનાર ઇસમો પોરબંદર દેવીપુજક (૧) મુકેશ (ર) વિજય તથા(૩) અરૂણ નામનો વ્યકિતઓ સંડોવાયેલ હોય અને આ ઇસમો ફરી ચોરી કરવાના ઇરાદે વંથલી માર્કેટમાં રેકી કરવા આવેલા હોવાની બાતમી મળતા તુરત જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેય ઇસમોને પકડી પાડી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસે લાવી પુછપરછ કરતા ઉપરોકત ગુન્હો કરેલાની હકિકત જણાવતાં ત્રણેય  ઇસમોને હસ્તગત કરી વંથલી પો.સ્ટે.ને આગળની કાર્યવાહી અર્થે સોંપી આપવામાં આવેલ.

હસ્તગત કરેલ આરોપીઓ

મુકેશભાઇ બાબુભાઇ પરમાર દેવીપુજક ઉ.વ.રર રહે. પોરબંદર, કલીના પુલ પાસે, એસ.ટી.કોલોની પાસે, વિજય જેન્તીભાઇ મકવાણા દેવીપુજક ઉ.વ.ર૦ રહે.પોરબંદર નરસંગ ટેકરી, ખડીના કાંઠે

મો.ફો.ન.ર કિ. રૂ.૧૦૦૦ સાથે ઝડપેલ છે.

ક્રાઇમબ્રાંચના ઇ.ચા.પો.ઇન્સ. આર.કે. ગોહિલ તથા પો. સ.ઇ. ડી. જી. બડવા તથા પો. હેડ કોન્સ. એસ.એ.બેલીમ, ડી.આર.નંદાણીયા, વિ. કે. ચાવડા, બી.કે. સોનારા, બી.બી. ઓડેદરાઅ, જીતેશ એચ. મારૂ, નિકુલ એમ.પટેલ, પો.કોન્સ. સાહિલ સમા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી, જયદીપભાઇ કનેરીયા, કરશનભાઇ કરમટા, ડાયાભાઇ કરમટા, યશપાલસિંહ જાડેજા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:54 pm IST)