Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

દ્વારકાધીશજીને રણછોડ રંગીલા લોકગીત કિર્તીદાન ગઢવીએ અર્પણ કર્યુ

દ્વારકા તા. ૧૦ :.. ગુજરાતના જાણીતા લોક ગાયક કિર્તીદાન ગઢવી તથા જીજ્ઞેશ કવિરાજની જૂગલ જોડાએ જન્માષ્ટમીના જન્મોત્સવમાં કાનાને પધાવવા ગોવાળીયો ભાગ-૩ નું લોકગીત રણછોડ રંગીલાના સુંદર ધર્મમ્ય શબ્દો સાથે આજે કિર્તીદાન ગઢવી  યુ-ટયુબ ચેનલ ઉપર થતી અલગ જ પ્રકારનું લોકગીત રીલીઝ કર્યુ છે.

છેલ્લા ત્રણ વર્ષથી ઉપરોકત ગતક કલાકારોની જુગલ જોડી ગોવાળીયો નામના શિર્ષક હેઠળ ડાકોર અને દ્વારકાધીશના લોકગીતોનું સંપાદન કરીનેદર જન્માષ્ટમીના દિને ભાવિક ભકતો સમક્ષ રજૂ કરે છે.

ગત જન્માષ્ટમી પૂર્વ દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીએ રાજા ધર્મરાજ નામનું વિડીયો આલબમ કૃષ્ણ ભકતો માટે રજૂ કર્યુ હતું તેમાં પાત્ર કિર્તીદાન ગઢવીએ બોડાણાનું ગાડુ હાકેરે મારો દેવ દ્વારકા વાળો ભારે ભાવવિભોર રજૂ કર્યુ છે જેને ભકતોએ ખુબ જ આવકાર આપ્યો છે.

(12:09 pm IST)