Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

રાણપુરના વેજલકા ગામે નદીમાં ડૂબી જતા બે બાળકોના મોત

વઢવાણ,તા.૧૦ : રાણપુર તાલુકાના વેજલકા ગામ ખાતે આવેલી લીલ કા નદીમાં બે બાળકો ડૂબી જતા બંને બાળકોના મોત નીપજયા છે ત્યારે નદીમાં નહાવા જતાં ડૂબી જવાથી પિતરાઇ ભાઇઓના મોતની ઘટના બનવા પામી છે આ ઘટના અંગે મળતી માહિતી મુજબ વેજલકા ગામે આવેલી નદીમાં નરસિંહભાઈ જગદીશભાઈ ઉંમર વર્ષ ૧૧ યુવરાજ બાબુભાઈ ઉંમર વર્ષ ૬ બીજો પિતરાઇ ભાઇઓ નદીમાં નાવા ગયા હતા ત્યારે કોઈ કારણોસર બંને ભાઈઓ ડૂબી જવાથી ઘટનાસ્થળ પર મોત નીપજયા છે જેને લઇ સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે જયારે બંને મૃતકો પી.એમ.માટે રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલમાં તપાસ ચાલુ છે.

(12:08 pm IST)