Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

જસદણ પાલિકામાં કયા મહિલાને પ્રમુખ બનાવવા ?:ભાજપ મૂંઝવણમાં

જસદણ તા. ૧૦ : જસદણમાં આગામી અઢી વર્ષ માટે નગરપાલિકામાં કયા મહીલા સદસ્યને બેસાડવા તે અંગે ભાજપના મોવડીઓને કસોટી રૂપ બની રહશે. પાલિકામાં હાલ કુલ ર૮ સભ્યોમાંથી ર૩ સભ્યો ભાજપના ચુંટાયા છે. જેમાં મહીલા સભ્યોની સંખ્યા ૧૧ છે. કોંગ્રેસમાંથી પાંચ સભ્યો ચુંટાયા છ.ે ત્યારે કેટલીક મહીલા સદસ્યોના પતિદેવો નેતાઓના દ્વારે પહોંચતા પ્રમુખપદ માટેનો મામલો વધુ ગંભીર બનાતો જાય છ.ે ત્યારે ભાજપના મોવડીઓએ જસદણના હિતને ધ્યાને લઇ જે મહીલાઓ પોતાના પતિને જાહેરમાં આગળ ઘરે છ.ે તેના બદલે જે મહીલાઓ જાહેરમાં આવી શકે પ્રજાના પ્રશ્નો સાંભળી શકે એવા સદસ્યોને પ્રમુખ બનાવવા જોઇએ એવી લોકોમાં ચર્ચા છે.

ભુતકાળમાં હોદ્દા માટે બાકીએની ભેશ એ ઉકિત મુજબ પાલિકામાં હોદ્દાઓ ફાળવવા પણ મોટાભાગના સભ્યોએ ગેરરીતી કરવામાં કાંઇ બાકી રાખ્યું નથી વિરોધ પક્ષએ પ્રારંભમાં કાબરથી જેમ કલબલ પ્રારંભમાં કર્યું પણ પછી દાઝેલાઓ કે વિરોધ પક્ષ ખુલીને બહાર ન આવતા પ્રજાના પરંસેવાની કમાપણી કેટલાય ગજવામાંં સેરવાઇ ગઇ હોવાનો પણ  આક્ષેપ થઇ રહ્યો છે શહેરમાં ગેરકાયદેસર બાંધકામ ટેન્ડર દ્વારા થતા કામોમાં વ્યાપક ગેરરીત મીલીભગતના કારણે પ્રજાને હજુ દીલને ટાઢક થાય એવી રાહત મળી નથી કેટલાક સદસ્યાઓના પતિઓને પણ પાલીકાએ ચેકથી નાણા ચુકવ્યા હોવાની રાવ સોશ્યલ મિડીયામાં થઇ રહી છે ત્યારે આગામી પ્રમુખ માટે ભાજપના નેતાઓને કસોટી રૂપ સમય છ.ે

(12:11 pm IST)