Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

જસદણના કાનપર ગામ જુગાર રમતા ૮ ઝડપાયા

રાજકોટ તા.૧૦ : રાજકોટ જીલ્લામાં પોલીસ વડા બલરામ મીણા અને ડીવાયએસપી  પી.એ. ઝાલા તરફથી જીલ્લામાં જુગારની બદી નાબુદ કરવા જે તે પોલીસ સ્ટેશનમાં આપેલ સુચના મુજબ આટકોટ પોલીસ સબ ઇન્સ. કે. પી. મેતા સહિતના સ્ટાફે કાનપર ગામની સીમમાં દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી પાડયા હતા.

આ અંગે આટકોટ પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આટકોટ પોલીસ સ્ટેશના કોન્સ. હિરાભાઇને તેમના બાતમીદારો દ્વારા માહિતી મળી હતી કે કાનપર ગામની સીમમાં મહેતા મગન  કડેવાળની વાડીએ જુગાર રમાઇ રહયો છે. આ બાતમી બાદ આટકોટ પોલીસ વાડીએ જઇ શકુનીઓને ઝડપી પાડયા હતા.

ધરપકડ કરાયેલા આઠ આરોપીઓ વાડી માલિક મહેશ મગન કડેવાળ, સંજય નાગજી કડેવાળ, જંયતિ નાનજી ઉંજીયા, કાળુ દેવશી કડેવાળ, જયંતિ બાબુ સાણંદીયા, રસીક છગન ઉજીયા, સહદેવ કેશવજી કનેરીયા અને જીવા કરશન ચાવડાની સામે જુગાર ધારાનો ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે.

આ દરોડામાં પી.એસ.આઇ. કે. પી. મેતા, હેડ કોન્સ. દિલીપભાઇ માલકીયા, હીરાભાઇ ખાંભલા, કિશનભાઇ ચાવડા, ખોડાભાઇ મકવાણા સાથે રહયા હતા.(

(11:55 am IST)