Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ઓખા પાલિકાને દોઢ કરોડનો ચેક અર્પણ

 ઓખા-મીઠાપુર : ગુજરાત રાજયની નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ઓનલાઇન ચેક અર્પણનો સમારોહ યોજવામાં આવેલ.  સમારોહ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગુજરાત મ્યુનિસિપલ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી વગેરેના શુભહસ્તે ચેક આપી યોજવામાં આવેલ. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ચાર જેટલા ગામોને જોડતી ઓખા નગરપાલિકાને સૌથી વધુ ૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવેલ. ત્રણ કરોડ રૂપિયા પૈકીના પ્રથમ ભાગ સ્વરૂપે દોઢ કરોડનો ચેક દેવભૂમિ દ્વારા જીલ્લાના કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે ગ્રામગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, પછાત વર્ગના નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકી, જીલ્લા કલેકટર ડો. નરેન્દ્રભાઇ મીણા વગેરેની ઉપસ્થિતિમાં મુળુભાઇ બેરાના હસ્તે ઓખા નગરપાલિકાના પ્રમુખ ચેતનભા બી. માણેકને આ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તે તસ્વીર.

(11:51 am IST)