Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

દ્વારકાના શ્રીનાગેશ્વર જયોતિલિંગ મંદિર ૧૩મી સુધીદર્શનાર્થીઓ માટે બંધ

ફેસબુક અને સોશ્યલ મિડીયા ઉપર લાઇવ આરતી - દર્શનનો લાભ લઇ શકશે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૧૦ : હાલમાં કોરોના સંક્રમણનાવધતા ભયના કારણે શ્રી નાગેશ્વર જયોતિલિંગ મંદિર મેનેજમેન્ટ તરફથી આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન શ્રી નાગેશ્વર જયોતિલિંગ મંદિર તા.૧૦-૮ થી ૧૩-૮ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાવખામાં આવશે. આ પરિસ્થિતિમાં આપ સહુ ભકતો આ ફેસબુક પેજ દ્વારા ઘરે બેઠા નિત્ય દર્શન અને લાઇવ આારતી માટે https:// www.faceboo.com/Nageshwarjyotirling  ઉપર જોઇ શકાશે.

કોવિડ-૧૯ના વધતા સંક્રમણ, જાહેર તહેવારો તથા પવિત્ર શ્રાવણ માસના લીધે લોકોની આસ્થા અને શ્રધ્ધા મહાદેવ સાથે જોડાયેલ હોય છે અને તેમાં આવનારી રજાઓમાં લોકોની દર્શન માટેની સંખ્યામાં વધારો થાય તેવા સંજોગો હોય છે.

તેના કારણે લોકો વચ્ચે સોશ્યલ ડિસ્ટસીંગ ન જળવાય તેવો ભય છે અને આજ કારણોસર મુખ્ય દ્વારકાધીશ મંદિર પણ ભકતો - દર્શનાર્થીઓ માટે થઇને બંધ રાખવામાં આવેલ છે. જેથી  નાગેશ્વર મંદિર મેનેજમેન્ટ દ્વારા પણ ઉપર દર્શાવેલ તારીખોના રોજ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે. જેની સર્વે ભકતજનો દર્શનાર્થીઓએ ખાસ નોંધ લેવા મેનેજમેન્ટ દ્વારા વિનંતી કરાઇ છે.

(11:49 am IST)