Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

જયેશ કયા છે દેખાતો નથી .. બધુ બરાબર છે ? વિઠ્ઠલભાઇને એક વર્ષ પૂર્ણ થયુ.. પરિવારમાં મજામાં છે ?: નરેન્દ્રભાઇ મોદી

સહકારી ક્ષેત્રની નાબોર્ડ બેન્કના અધિકારીઓ-હોદેદ્દારોની બેઠકમાં વડાપ્રધાને વિઠ્ઠલભાઇ રાદડિયાને યાદ કર્યા

ધોરાજી,તા.૧૦: સહકારી ક્ષેત્રમાં  નાબોર્ડ  બેંકના  કાર્યક્રમમાં  રાજ્યના  મંત્રીઓ  અને રાજકોટ  જિલ્લા બેંકના ચેરમેન  જયેશભાઇ રાદડીયા  રાજ્યના કૃષિ મંત્રી  આર.સી.ફળદુ  તેમજ સહકારી ક્ષેત્રના  આગેવાનોની બેઠક યોજાઇ હતી.

તેમાં  ભારતના -ધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ ઓનલાઇન મિટિંગમાં સંબોધન કરતા નાબાર્ડ બેંકના કાર્યક્રમમા નરેન્દ્ર ભાઈ મોદી ના લાઈવ સેશનમા નરેન્દ્રભાઇ મોદી  એ  જણાવેલ કે  .... જયેશ ક્યા છે દેખાતો નથી ... બધુ બરાબર છે ..... ? ... વિઠ્ઠલભાઈ ને એક વર્ષ પુર્ણ થયુ ... પરિવાર મજામા છે ? ... એમ કહી વિશેષ સમાચાર પુછ્યા ... હતા.

નરેન્દ્રભાઈ મોદી આજે દેશના પ્રધાનમંત્રી બન્યા પછી પણ ગુજરાતના મંત્રીમંડળ અને તેમના સાથીઓને હંમેશા યાદ કરતા હોય છે.એ તેમની મહાનતા છે.(

(11:42 am IST)