Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

વીરપુરમાં વીજતંત્રની બેદરકારી

 વિરપુર(જલારામ): ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ યાત્રાધામમાં પીજીવીસીએલ દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી તે વિરપુરના જેતપુર રોડ પર આવેલા પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર (ટીસી) જાગતો દાખલો જોવા મળે છે,પીજીવીસીએલ દ્વારા ટ્રાન્સફોર્મર પેટી પર 'ખતરા' લખેલુ બોર્ડ તો મારવામાં આવે છે પણ ટ્રાન્સફોર્મરની ફરતે મારવામાં આવેલી ફેન્સીગ જાણે શોભાના ગાંઠિયા સમાન હોય તેમ ફરતી ફેન્સીંગ ટૂટીફૂટી ગઈ છે આ ટ્રાન્સફોર્મરની ફરતે ફરીથી ફેન્સીગ તેમજ ટ્રાન્સફોર્મરની આજુબાજુ દ્યાસના વેલાઓ વિજપોલ ઉપર વિટાયેલાં વેલાઓ દૂર કરવામાં આવે તેવી વિરપુરના જાગૃત લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે. વીજ થાંભલા ફરતે તુટી ગયેલ ફેન્સીંગ તથા વીંટાયેલા વેલા તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ કિશન મોરબીયા.વિરપુર)

(11:39 am IST)