Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ગીર સોમનાથમાં દીપડાનો આતંક : વેરાવળના નાવદ્રા ગામે દીપડો પાંજરે પુરાયો

તાલાલાનાં બે ગામોમાંથી દીપડો પાંજરે પુરાયા બાદ નાવદ્રામાં પણ દીપડો પકડાયો : ઉનાના ગાંગડા ગામે સીમમાં કુવામાં એક દીપડો ખાબક્યો હતો

ગીર સોમનાથમાં દીપડાનો આતંક વર્તાઈ રહયો છે છાસવારે દીપડા કહેર વર્તાવે છે આજે વેરાવળના નાવદ્રા ગામે દીપડો પાંજરે પુરાયો છે. ગઈકાલે તાલાલા તાલુકાના 2 ગામોમાંથી દીપડો પાંજરે પુરાયા હતો. બીજી તરફ ઉનાના ગાંગડા ગામે સિમમાં આવેલ વાડીના કુવામાં દીપડો ખાબક્યો હતો જેને વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયો હતો.

(10:20 pm IST)