Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

વિરમગામ પાસે કાર વૃક્ષ સાથે અથડાતા જંગવડનાં જીવાભાઇ આહિરનું મોત

૨ વ્યકિતને ઇજા થતા સારવારમાં

આટકોટ,તા.૯: વિરમગામ પાસે અકસ્માત સર્જાતા આહિર આધેડનંુ મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ મુળ જસદણ તાલુકાના જંગવડના વતની અને હાલ રાજકોટ રહેતા જીવાભાઇ હરસુરભાઇ આહિર (ઉવ.૫૨) કાર લઇને વિરમગામ તરફથી પસારથી થઇ રહ્યા હતા.

ત્યારે વૃક્ષ સાથે અથડાતા જીવાભાઇ આહિરનું મોત થયું હતું.

જ્યારે વિશાલભાઇ અને રિઝવી નામના બાબરાના થોરખાણ ગામના ૨ યુવકોને ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડેલ છે.

(3:56 pm IST)