Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ઓમ એન્જીનીયરીંગ કોલેજ દ્વારા એન્ટરપ્રિન્યોરશિપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ મોડયુલ રનું આયોજન

 જૂનાગઢ : વિદ્યાર્થીઓ નોકરી શોધનાર નહી પરંતુ પોતાના ઉદ્યોગની સ્થાપના કરી નોકરી આપનાર બને તે હેતુથી જૂનાગઢની ઓમ એન્જી. કોલેજમાં કાર્યરત રાજયની સૌપ્રથમ ઉદ્યોગ સાહસિકતા વિકાસ કેન્દ્ર દ્વારા એન્ટરપ્રિન્યોરશિપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ મોડયુલ રનુ આયોજન કરેલ છે. અતિથિ વિશેષ જૂનાગઢ કમિ. તુષાર સુમેરા તેમજ ભાવનગર સીઇડી માંથી નમ્રતા બગથલીયા ઉપસ્થિત હતા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગના જૂદા આયામો જેવા કે પ્રોજેકટ રિપોર્ટ,  પ્રોડકશન, માર્કેટીંગ મેનેજમેન્ટ, પર્સનલ મેનેજમેન્ટ, બજાર સંશોધન અને સર્વેક્ષણ, નાણાકીય સંચાલન તેમજ ઉદ્યોગની નાણાકીય જરૂરીયાતો અને નાણાના સ્ત્રોત વિશે માહિતી પુરી પડાશે આ ઉપરાંત વિદ્યાર્થીઓ કયા ક્ષેત્ર નવા ઉદ્યોગો શરૂ કરી શકે ? રાજય અને કેન્દ્ર સરકાર તેમાં શું મદદ કરી શકે ? જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી મળતી સહાય વિશે વિસ્તૃત માહિતી પુરી પડાશે આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રો.અભિષેક મકાતી અને પ્રો.મેઘા ચાવડાએ જહેમત ઉઠાવી હતી.

(3:55 pm IST)