Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જામનગર-જીલ્લામાં ૩ જગ્યાએ જુગારના દરોડાઃ ૧પ ઝડપાયા

જામનગર તા. ૯ :.. જામનગર જીલ્લામાં ૩ જગ્યાએ જૂગાર રમતા ૧પ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.

મહાનગરપાલિકાના બગીચામાં જૂગાર રમતા ત્રણ ઝડપાયા

જામનગર : સીટી એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ગૌતમભાઇ પ્રેમજીભાઇ મકવાણાએ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૮-૧-ર૦ર૦ ના મહાનગરપાલિકાના બગીચામાં આ કામના આરોપી નરેશભાઇ મનજીભાઇ રામજીભાઇ પરમાર, નવીન મેઘરાજભાઇ આદુજા, વિક્રમસિંહ વીરસિંહ બલદેવસિંહ પરમાર, રે. જામનગરવાળા જાહેરમાં ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીના આંકડા બોલી પૈસાની હારજીત કરી એકી-બેકી નામનો જૂગાર રમી - રમાડી રેઇડ દરમ્યાન કુલ રોકડા રૂ. ૧૪ર૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.

નવાગામ ઘેડમાં ઝડપાયાઃ બે ફરાર

જામનગર : સીટી બી. ડીવીઝન  પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્કોર્ડના રવીરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે તા. ૮-૧-ર૦ર૦ ના નવાગામ ઘેડ, મધુવન સોસાયટી, લક્ષ્મણ ઉર્ફે લખન રામભાઇ ચાવડાએ પોતાના કબ્જા ભોગવટાના મકાને બહારથી માણસો બોલાવી ઘોડીપારસનો જૂગાર રમી રમાડી જૂગારનો અખાડો ચલાવી નાલ ઉઘરાવી આ કામના અન્ય આરોપીઓ હરદેવસિંહ હેમંતસિંહ જાડેજા, યાસીનભાઇ મહમદઅબ્બાસ શેખ, મહેન્દ્રસિંહ જીલુભા ઝાલા, જયેશભાઇ કાંતીભાઇ કંટારીયા, રવજીભાઇ ગાંડાભાઇ જોગસવા, હસમુખભાઇ ગોપાલજીભાઇ નાખવા, નીતિનભાઇ ચમનભાઇ વસીયર, રે. જામનગર વાળા ઝડપાઇ ગયેલ છે. તેની પાસે રોકડા રપ,રપ૦ તથા મોબાઇલ નંગ પ, કિંમત રૂ. પ,પ૦૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે. તથા આ કામના આરોપી લક્ષ્મણ ઉર્ફે લખન ચાવડા તથા હિતેન્દ્રસિંહ ઉર્ફે મીથુન અભેસિંહ ઝાલા ફરાર થઇ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિક્કામાં પાંચ ઝડપાયા

જામનગર : સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. કૃષ્ણપાલસિંહ કરણસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા. ૮-૧-ર૦ર૦ ના સિકકા કારાભુગા શિતલા માતાના મંદિર પાસે આ કામના આરોપી અનિલ રમેશભાઇ ચૌહાણ, સંજય જેન્તીભાઇ સોલંકી, ગુલાબ તે મનુભાઇનો સગો, ટીટી તે હરેશ નો ભત્રીજો, મયુર વાજા, રહે. સિકકાવાળા જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જૂગાર રમી રમાડી પૈસાની લેતી દેતી કરી હાર-જીત કરી રોકડા રૂ. રરપ૦ ના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે. (પ-૧૩)

(1:22 pm IST)