Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

જામનગર સરકારી હોસ્પીટલમાં એમઆરઆઇ સમયે વપરાતી દવાનો જથ્થો પુરો પાડવા રજુઆત

ધારાસભ્ય વિક્રમ માડમની આરોગ્ય મંત્રીને લેખીત રજુઆત

જામનગર, તા., ૯: ધારાસભય વિક્રમભાઇ માડમે રાજયના આરોગ્ય મંત્રીને પત્ર પાઠવી અહીની સરકારી હોસ્પીટલમાં એમઆરઆઇ કરવા સમયે ઉપયોગમાં લેવાતી દવા (કોન્ટ્રાસઅડાયાનો જથ્થો પુરો પાડવા માંગણી કરી છે.

ધારાસભ્યએ વિગતો જણાવેલ છે કે શહેરમાં આવેલી સરકારી ગુરૂ ગોવિંદસિંહજી હોસ્પીટલમાં કેન્સર, ટીબી, મગજ તથા કરોડરઝજુ વિગેવરે પ્રકારના દર્દોમાં બિમારીના નિદાન કરવાનું થતુ હોય છે. ત્યારે એમઆરઆઇ કરવુ પડે છે.તેમજ દર્દીના આવા એમઆરઆઇ કરતી વખતે દવા અમુક નિદાન માટે દર્દીને દવા (કોન્ટ્રાસ-ડાય) આપવાની થતી હોય છે.ત્યારે આવી દવા સરકારી હોસ્પીટલમાં ઉપલબ્ધ નહી થતા દર્દીઓની રજુઆત મુજબ જી.જી.હોસ્પીટલમાં રેડીયો ડાયગ્નોસીસ વિભાગ દ્વારા આ દવાની વ્યવસ્થા સ્વભંડોળમાંથી થયેલ હતી જે આજ દિવસ સુધી જરૂરીયાતમંદ દર્દીઓને એમઆરઆઇ સિવાયની દવા પેટે અલગથી ૧પ૦૦ રૂપીયા ચાર્જ ચુકવીને તપાસ કરાવવી પડતી હતી.

પરંતુ હાલમાં કોઇ પણ કારણોસર રેડયોડાયગ્નોસીસ વિભાગ કે સરકારી હોસ્પીટલ દર્દના નિદાન માટે એમઆરઆઇ સમયે ઉપયોગમાં લેવાની થતી દવા પણ દર્દીને ઉપલબ્ધ થતી નથી. જેનાથી લાંબો સમય (અંદાજે ત્રણ માસ) વેઇટીંગમાં રહયા પછી દર્દના નિદાન માટે જયારે એમઆરઆઇ માટે દર્દીનો વારો આવે ત્યારે એમઆરઆઇમાં વપરાતી જરૂરી દવાની ઉપલબધી નહી થતા દર્દીને ભારે મુશ્કેલી સહન કરવી પડતી હોય છે અને દવા વગર દર્દીનું નિદાન અટકી પડે છે. કેન્સર, ટી.બી. મગજ તથા કરોડરજ્જુના દર્દીશ્રીઓને નિદાન એ જીવન-મરણ પ્રશ્ન હોય છે.

સબબ આવા દર્દના નિદાન માટે એમઆરઆઇ સમયે ઉપયોગમાં લેવાતી દવાઓનો જથ્થો તમામ સરકારી હોસ્પીટલોમાં સરકારશ્રીએ પુરી પાડવી જોઇએ. જયારે જી.જી.હોસ્પીટલ એ તો સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારની પ્રથમ કક્ષાની હોસ્પીટલ છે. અહીં તાત્કાલીક આવી દવાનો જથ્થો પુરો પાડવા અંતમાં જણાવેલ છે.

(1:22 pm IST)