Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

મોરબીમાં તુટેલા બીસ્માર રોડ રસ્તાઓ નવા બનાવવા એક માસનું અલ્ટીમેટમ

મોરબી,તા.૯:  રોડ રસ્તાની સ્થિતિ સારી ના હોય વળી ગત ચોમાસામાં ભારે વરસાદને પગલે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ઠેર ઠેર ગાબડા પડ્યા છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકરોએ આ મામલે આવેદન પાઠવીને એક માસમાં રોડ રસ્તા નવા બનાવવા અને રીપેરીંગ માટે માંગ કરી છે અને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે સહિતના અગ્રણીઓ દ્વારા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી પાલિકાની હદમાં આવતા કલેકટર બંગલો, ચિત્રકૂટ સિનેમા, વાવડી રોડ, રવાપર રોડ, ગાંધી ચોક, સહિતના વિસ્તારના રોડ તૂટેલી હાલતમાં છે તેમજ મોરબીના સામાકાંઠે પણ રસ્તાની સ્થિતિ સારી નથી મોરબી નગરપાલિકાની બેદરકારીને પગલે નાગરિકો દરરોજ હાલાકીનો સામનો કરી રહ્યા છે મોરબીમાં સફાઈ અને રોડ રસ્તા બાબતે સ્થિતિ સુધરી નથી તે ઉપરાંત આર એન્ડ biના હદમાં આવતા શનાળા રોડથી સરકારી હોસ્પિટલ, વિજય ટોકીઝ અને સામાકાંઠા સુધીના રોડ રસ્તા તાત્કાલિક બનાવવા માંગ કરી છે અને એક માસનો સમય આપ્યો છે દરમિયાન રોડ રસ્તા બાબતે નક્કર કાર્યવાહી ના કરાય તો તા. ૦૭-૦૨-૨૦૨૦ ના રોજ પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિશ્વગ્રાહક સપ્તાહ

શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા માર્ચમાં વિશ્વ ગ્રાહક સપ્તાહની ઉજવણી કરવામાં આવશે જેથી મોરબીની પ્રજાને તેમના પ્રશ્નો જેવા કે વીજળી, ટેલીફોન, એસટી, વીમો, મેડીકલેઇમ, જીએસટી, તોલમાપ, રેલ્વે ખાદ્ય વસ્તુમાં ભેળસેળ સહિતના પ્રશ્નો મોકલવા જણાવ્યું છે.

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાની જણાવે છે કે આગામી માર્ચ મહિનામાં ગ્રાહક જાગૃતિ સપ્તાહની ઉજવણી કરાશે કોઈ ગ્રાહક છેતરાય નહિ તેના હક્ક અને હિતોનું રક્ષણ થાય તે માટે ગ્રાહકોને વિવિધ પ્રશ્નો મોકલવા જણાવ્યું છે જે ગ્રાહક સપ્તાહ ઉજવણીમાં વિવિધ પ્રશ્નોના ઉકેલ લાવવા પ્રયાસ કરાશે તે ઉપરાંત કર્મનિષ્ઠ કર્મચારીઓનું પણ સન્માન કરાશે સેમીનારમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે જેથી ગ્રાહકોને પોતાના પ્રશ્નો મોકલવા માટે તા. ૧૫-૦૨-૨૦૨૦ સુધીમાં ૪૯- સૂર્યોદય કોમ્પ્લેક્ષ, પરાબજાર મોરબી ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

એકેડેમિક એસોની સ્થાપના હોદેદારોની વરણી

મોરબીમાં વિવિધ ક્ષેત્રે કોચીંગમાં સક્રિય વિવિધ લોકોનું એક સંગઠન મોરબી એકેડેમિક એસોસીએશનની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ટ્યુશન કલાસીસ, પર્સનલ ટ્યુશન, કોમ્પ્યુટર કલાસીસ, પ્રી સ્કુલ, ડાન્સ કલાસીસ, મ્યુઝિક કલાસીસ, હોબી સેંટર, જીમ, ડ્રોઇંગ કલાસીસ, સ્પોર્ટસ કોચીંગ સહિતના તમામ પ્રકારના કોચીંગ કરાવતા લોકો સભ્ય બની પરસ્પર સહકાર કેળવી સંગઠનની ભાવનાથી સક્રિય બને તે માટે આ સંગઠન કાર્યરત બનશે.

સંગઠનની રચના કરીને વર્ષ ૨૦૨૦ ના પ્રમુખ તરીકે રવીન્દ્રભાઈ ત્રિવેદી, મહામંત્રી તરીકે જશવંતભાઈ મીરાણી, ઉપપ્રમુખ તરીકે પ્રમોદસિંહ રાણા, અનિલભાઈઙ્ગ પરમાર, કેતનભાઈ કડિવાર,ઙ્ગ પરિમલભાઈ ઠક્કર તથા મંત્રી તરીકે અલ્પેશભાઈ ગાંધી, ગુંજનભાઈ જોબનપુત્રા, જસવંતસિંહ ઝાલા,ઙ્ગઙ્ગ ખજાનચી તરીકે ભાવિનભાઈ ચોટાયની સર્વાનુમતે વરણી થઈ હતી.

મોરબી એકેડેમિક એસોસીએશન ભવિષ્યમાં વિશિષ્ટ પ્રકારના સામાજિક અને પારિવારિક કાર્યક્રમોનું આયોજન કરી આ ક્ષેત્રોના વિકાસ માટે કાર્ય કરશે. સભ્ય તરીકે જોડાવા માંગતા ભાઈઓ તથા બહેનોએ રવીન્દ્રભાઈ ત્રિવેદી, પ્રમોદસિંહ રાણા, જશવંતભાઈ મીરાણી અને અલ્પેશભાઈ ગાંધી સહિતના હોદેદારોનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

આંતર જી.પં. ક્રિકેટ ટુનામેન્ટનું સિલેકશન

૨૯ મી આંતર જીલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ (સીઝન બોલ) આગામી દિવસોમાં નવસારી ખાતે યોજાનાર હોય જેથી આ સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં પંચાયત સેવા વર્ગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ (૧૧ માસ કરાર આધારિત કર્મચારીઓ તથા આઉટ સોસિંગથી કામ કરતા સિવાય) ના ભાગ લઇ શકશે જે ટુર્નામેન્ટ માટે ખેલાડીઓનું સિલેકશન તા. ૧૬ ને ગુરુવારના રોજ સવારે ૯ કલાકે લજાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ, લજાઈ તા. ટંકારા ખાતે યોજાશે જેથી સિલેકશન માટે અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહેવા જીલ્લા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવ્યું છે

(1:21 pm IST)