Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ટેન્શનમાં આવી જતા વિસાવદરના મોટા હડમતીયાની મહિલાનો આપઘાત

રાત્રે બાથરૂમમાં એસીડ ગટગટાવી લીધું

જુનાગઢ તા.૯ : ટેન્શનમાં આવી જતા રાત્રે વિસાવદરના મોટા હડમતીયાનીમહિલાએ બાથરૂમમાં એસીડ ગટગટાવીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે, વિસાવદર તાલુકાના મોટા હડમતીયા ગામની ભનુબેન કિશોરભાઇ વાળા (ઉ.૩૮) નામની મહિલા તા.૭ની રાત્રે ટેન્શનમાં આવીજતા તેણીને મનમા લાગી આવ્યું હતું.

જેના કારણે ભનુબેને પોતાના ઘરે બાથરૂમમાં જઇ એસીડ ગટગટાવી લીધુ હતુ઼ આથી મહિલાને જુનાગઢની સરકારી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ.

ગઇકાલે રાત્રે ભાનુબેનનું સારવાર દરમ્યાન મોત થતા ગમગીની વ્યાપી ગઇ હતી.

વિશેષ તપાસ વિસાવદરના પોલીસ જમાદાર વી.જે વિકમા ચલાવી રહ્યા છે.

(1:20 pm IST)