Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

મીશન ઇન્દ્રધનુષ અંતર્ગત આસિસ્ટન્ટ ડાયરેકટરની લીંબડી મુલાકાત

લીંબડીઃ  મીશન ઇન્દ્રઘનુષ યોજના અર્તગત આરોગ્ય ટીમો ખડેપગે કામગીરી કરતી જોવા મળી રહી  છે  ઇન્દ્રઘનુષ યોજના અર્તગત સગર્ભા માતાને યોજના અર્તગત ઘનુરની રસીનું રસિકરણ કરવામાં આવે છે અને ૦ થી ૨ વર્ષના બાળકને આઠ પ્રકારની રસી ઝુંપડપટ્ટી જેવા વિસ્તારોમાં આવા પ્રકારની રસીનું જ્ઞાન નથી હોતું ત્યારે આવા વિસ્તારોમાં મીશન ઇન્દ્રઘનુષ અર્તગત બ્લોક હેલ્થ દ્વરા કેમ્પ યોજી સગર્ભાઓ અને  ૦ થી ૨ વર્ષના બાળકનું રસિકરણ કરવામાં આવે છે ત્યારે આજ રોજ આસિસ્ટન્ટ ડાયરેકટર સતિષ મકવાણા અમદાવાદે ખુદ જાતે લીંબડીના ઝુંપડપટ્ટી વિસ્તારોની મુલાકાત લઇને આવી સગર્ભા મહિલાઓ અને બાળકોને રસીકરણ કરવા પ્રેરીત કર્યા હતા અને રસિ વિષયક જ્ઞાન પુરૂ પાડ્યુ હતું ત્યારે આવા વિસ્તારના ગરીબ લોકોને સાચી માહિતી અને રસી બાબતે જ્ઞાન થતા રસીકરણ કરાવવા આવ્યા હતા ત્યારે લીંબડી બ્લોક ઓફીસર જયમીન ઠકકર, મોનોજભાઇ , અને અન્ય વર્કરોએ સારી એવી કામગીરી કરી હતી. (તસ્વીર : ફઝલ ચૌહાણ - વઢવાણ)

(1:20 pm IST)